×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં કોરોના વિષ્ફોટ, આજે 11403 નવા કેસ જ્યારે 117 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 5494

ગાંધીનગર, 19 એપ્રિલ 2021 સોમવાર

ગુજરાતમાં સર્વત્ર કોરોના વિષ્ફોટ થતો જોવા મળી રહ્યો છે, પરિસ્થિતી બેકાબુ બની છે, અને લોકોમાં પણ ભયનો માહોલ છે, કોરોનાની આ બીજી લહેર હવે ક્યારે વિરામ લેશે, તેની સૌ કોઇ કાગડોળે રાહ જોઇ રહ્યા છે, આજે 11403 નવા કેસો નોંધાયા છે. જ્યારે 117 દર્દીઓનાં મોત નિપજ્યા છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક 5494 થઇ ગયો છે, જ્યારે આજે 4179 દર્દીઓએ રજા આપવામાં આવી છે. તે સાથે જ અત્યાર સુધીમાં કુલ 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. 

 રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68,754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15 ટકા છે. 

રાજ્યમાં આજે કુલ 117 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે, તેની વિગત આ મુજબ છે, આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 28,  રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 6, જામનગર કોર્પોરેશમાં 4, ભરૂચમાં 3, જામનગરમાં 3, મોરબીમાં 3, રાજકોટમાં 3, વડોદરામાં 3, બનાસકાંઠામાં 2, ભાવનગરમાં 2, છોટા ઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 2, સુરતમાં 2, અમરેલીમાં 1, આણદંમાં 1, અરવલ્લીમાં 1, ભાવનગર કોર્પોરેસમાં 1, બોટાદમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, જૂનાગઢમાં 1, પંચમહાલમાં 1, પાટણમાં 1, સાબરકાંઠામાં 1 મોતનો સમાવેશ થાય છે.

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશનમાં 4207,  સુરત કોર્પોરેશનમાં 1879, રાજકોટ  કોર્પોરેશનમાં 663, સુરત-484,  વડોદરા કોર્પોરેશનમાં 426, મહેસાણા 418, જામનગર કોર્પોરેશન-279, બનાસકાંઠામાં 195, વડોદરામાં 189, ભરૂચમાં 169, પાટણમાં 145, ગાંધીનગર કોર્પોરેશનમાં 138, ભાવનગર કોર્પોરેશનમાં 124, કચ્છમાં 124, જાનનગરમાં 110, તાપીમાં 109, દાહોદમાં 105, ગાંધીનગરમાં 101, આણંદમાં 99, રાજકોટમાં 98, સુરેન્દ્રનગરમાં 98, અમરેલી 93, સાબરકાંઠામાં 94, ભાવનગરમાં 91, ખેડામાં 91, નવસારીમાં 87, નર્મદામાં 84, મહિસાગરમાં 75, વલસાડમાં 71, પંચમહાલમાં 67, જૂનાગઢ કોર્પેોરેશમાં 61, જૂનાગઢ 59, બોટાદ 57, ગીર સોમનાથ 53, અરવલ્લીમાં 52, અમદાવાદમાં 51, મોરબીમાં 51, દેવભૂમિ દ્વારકામાં 38, પોરબંદરમાં 33, છોટા ઉદેપુરમાં 25, ડાગમાં 10 મળી કુલ 11,403 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 89,59,960 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ જ્યારે 14,79,244 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે. આમ કુલ- 1,04,39,204 લોકોને રસી લગાવવામાં આવી છે.