×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બહારના લોકોથી ફેલાઈ રહ્યો છે કોરોના, ગુજરાત-યુપીના લોકોના આવવા પર રોક લગાવોઃ મમતા બેનરજી

નવી દિલ્હી, તા. 16 એપ્રિલ  2021, શુ્ક્રવાર

મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે યોજાયેલી એક સભાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, રાજ્યમાં બહારના લોકોના આવવાથી કોરોના વધી રહ્યો છે. ચૂંટણી પંચે યુપી અને ગુજરાતથી આવતા લોકો પર રોક લગાવવી જોઈએ.

મમતા બેનરજીએ વિવાદિત નિવેદન આપતા કહ્યુ હતુ કે, બહારના લોકોને બંગાળમાં આવવા પર ચૂંટણી પંચ રોક લગાવે. અગાઉ બંગાળમાં કોરોનાના કેસ ઓછા હતા. હવે ફરી હાલત બગડી રહી છે. બહારના લોકો અહીંયા આવીને કોરોના ફેલાવી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતના લોકો પર રોક લગાવાય. પીએમ મોદી અહીંયા આવી શકે છે પણ કોરોના ટેસ્ટ કરાવીને, રેલીઓમાં સ્થાનિક લોકો સામેલ થઈ રહ્યા હોય ત્યારે યુપી અને ગુજરાતના લોકોને અહીંયા લાવવાની જરુર શું છે ?

તેમણે કહ્યુ હતુ કે, જો ભાજપને મત આપશો તો આસામની જેમ બંગાળમાં પણ એનઆરસી લાગુ થશે અને બંગાળના લોકોને પણ ડિટેન્શન કેમ્પમાં જવુ પડશે. આ ચૂંટણી બંગાળને બચાવવા માંટે છે. આ આપણા ગૌરવની લડાઈ છે. બહારના લોકો બંગાળમાં રાજ કરવા માંગે છે. જેની સામે આપણે લડી રહ્યા છે. તમે તમારો વોટ બરબાદ ના કરતા. હું બંગાળમાં નાગરિકતાનો કાયદો લાગો કરવાની મંજુરી ક્યારેય નહીં આપુ.

તેમણે આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્ર સરકારે અમને બંગાળમાં લોકોને કોરાનાની રસી ફ્રીમાં આપવા માટે પરવાનગી આપી નથી. કેન્દ્ર સરકારને રાજનીતિ કરવા સિવાય કશામાં રસ નથી.

આ પણ આજ તક પર છે