×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના વાઇરસે ભરડો લીધો!: દિલ્હીમાં લાગશે વીકેન્ડ લૉકડાઉન, નવા પ્રતિબંધ પણ મુક્યાં


નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2021, ગુરૂવાર

દેશની રાજધાની દિલ્હીમં કોરોના વાઇરસે ભરડો લીધો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ વીકેન્ડ લૉકડાઉનનું એલાન કરી કરી દીધું છે. આ લૉકડાઉન શુક્રવારે રાતે 10 વાગ્યાથી શરૂ થશે અને સામવારે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.

કેજરીવાલે ગુરુવારે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં આ નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી. આ નિર્ણય એવા સમયે લેવામાં લેવામાં આવ્યો છે જ્યારે દિલ્હીમાં બુધવારના રોજ 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતાં જે અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક કેસ છે.

દિલ્હીમાં અગાઉ થોડા દિવસ પહેલા જ નાઇટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે, સાથે જ જ્યાં કેસ વધુ છે જ્યાં કન્ટેનમેન્ટ ઝોન પર ફોકસ કરવામાં આવી રહ્યો છે. જોકે, પ્રતિબંધો લાદવામાં આવ્યાં છતાં પણ કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લઇ રહ્યાં.

દિલ્હીમાં કોરોના વાયરસના નવા આંકડા ડરાવનારા છે. દિલ્હીમાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના નવા 17,282 કેસ નોંધાયા છે. તો આજે કોરોનાના કારણે 104 લોકોના મોત થયા છે. રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસની અંદર રાજધાનીમાં 45 હજાર કરતા પણ વધારે કોરોના કેસ સામે આવ્યા છે.

કોરોનાએ રાજધાની દિલ્હીને કઇ રીતે સકંજામાં લીધી છે તેનો અંદાજો એ વાત પરથી મળવી શકાય કે મંગળવારે દિલ્હીમાં મુંબઇ કરતા પણ વધારે કોરોનાના કેસે સામે આવ્યા છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં કુલ 7,67,438 કોરોના કેસ નોંધાયા છે, જેમાંથી7,05,162 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 11,450 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.