×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય ચૂંટણીપંચે ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખી


ગાંધીનગર, તા. 10 એપ્રિલ 2021, શનિવાર

ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્ય ચૂંટણીએ કોરોના મહામારીને વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

ચૂંટણી પંચે રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હાલ ન યોજવા રજૂઆત કરી હતી. 18 6એપ્રિલે મતદાન થવાનું હતું. અને 20 એપ્રિલે મતગણતરી થવાની હતી.