×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona Cases: રાજ્યમાં કોરોનાનાં રેકોર્ડ બ્રેક 2190 કેસ, 6 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 4479

ગાંધીનગર, 26 માર્ચ 2021 શુક્રવાર 

ગુજરાતમાં કોરોના સંક્રમણ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.રાજ્યમાં આજે અધધધ કહીં શકાય તેટલા 2190 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 6 દર્દીઓનાં કોરોના સંક્રમણથી મોત થયા છે. આજે રાજ્યમાં 1422 દર્દીઓને રજા આપવામાં આવી છે.  

રાજ્યમાં અત્યાર સુધી 2,96,320 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 2,81,707 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. હાલ 10134 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર અને 10051 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.07 ટકા પર પહોંચ્યો છે.

આજે સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1નાં મોત સાથે કુલ 6 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4479 થયો છે. 

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો તથા જિલ્લાઓમાં કોરોનાનાં નોંધાયેલા દર્દીઓની વિગત આ પ્રમાણે છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 609, સુરત કોર્પોરેશનમાં 604, વડોદરા કોર્પોરેશનમાં 165 ,  રાજકોટ  કોર્પોરેશનમાં 139, સુરતમાં 136, પાટણમાં -45, ભાવનગર કોર્પોરેશન-32, મહિસાગર-25,  નર્મદા-25,  રાજકોટ-25, જામનગર-24, જામનગર કોર્પોરેશન-23, ગાંધીનગર કોર્પોરેશન-22, વડોદરા -22, અમરેલી-20, દાહોદમાં-20, કચ્છ-20, ખેડામાં-19, મહેસાણા-19, મોરબીમાં-19 ગાંધીનગર-18, સુરેન્દ્રનગર-17, આણંદ-15, સાબરકાંઠા-15, ભરુચ-13, પંચમહાલ-13, નવસારી-12 અને વલસાડમાં 10 કેસ નોંધાયા હતા. 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસિકરણ અભિયાન હેઠળ રાજ્યમાં આજે કુલ 2,29,051 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 40,89,217 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,25,153 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,11,864 વ્યક્તિઓનું રસી લગાવવામાં આવી છે.