ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજ્યપાલને સોંપ્યું પોતાનું રાજીનામું

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજ્યપાલને સોંપ્યું પોતાનું રાજીનામું

દહેરાદૂન, તા. 09 માર્ચ 2021, મંગળવાર

ઉત્તરાખંડમાં ચાલી રહેલી રાજકિય ગતિવિધિ વચ્ચે આજે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. આજે બપોરે રાજ્યપાલ બેબી રાની મોર્ય સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામું સોપ્યું છે. હવે ઉત્તરાખંડને નવા મુખ્યમંત્રી મળશે. બુધવારે નવા મુખ્યમંત્રીનું નામ એલાન કરી દેવામાં આવશે.

ભાજપમાં ધારાસભ્યો અને કેટલાંક મંત્રીઓમાં નારાજગીના લીધે ત્રિનેન્દ્ર સિંહ રાવતે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. આ નેતાઓએ નારાજગી જાહેર કર્યાં બાદ ત્રિવેન્દ્ર સિંહના મુખ્યમંત્રી પદ પર તલવાર લટકતી હતી. એ બાદથી કેન્દ્રીય નેતૃત્વએ આ મામલે મંથન કરી રહ્યાં હતા. ત્યારથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્યમંત્રી પદ પરથી હટી શકે છે.

Share: