×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સબ સલામત અને ઈઝ ઓફ લિવિંગના દાવા વચ્ચે સોલા વિસ્તારમાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની કરાઈ કરપીણ હત્યા

અમદાવાદ, તા. 5 માર્ચ 2021, શુક્રવાર

સબ સલામત અને ઈઝ ઓફ લિવિંગના દાવા વચ્ચે અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના સોલા વિસ્તારમાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની કરપીણ હત્યા થઈ છે. આ ઘટનાને પગલે એકલા રહેતા સિનિયર સીટીઝનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ હત્યાકંડની મળતી માહિતી મુજબ સોલાના હેબતપુરા રોડ પરના શાંતિ પેલેસ બંગ્લોઝમાં વૃદ્ધ દંપતિ અશોકભાઈ કરસનદાસ પટેલ (71) અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલનું ગળું કાપી નાખીને હત્યા કરી દેવાઈ છે. આ ઘટનામાં ઘરઘાટી અથવા તો જાણભેદુ શખ્સોએ હત્યા નીપજાવી હોવાની આશંકા સેવાઇ રહી છે. આ હત્યાકાંડમાં પ્રાથમિક તપાસમાં ચાર શખ્સોની સંડોવણી સામે આવી છે. 

મૃતક અશોકભાઈ પટેલ વર્ષો અગાઉ પ્લાયવુડના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ વૃદ્ધ પાટીદાર દંપતિ નિવૃત જીવન ગાળતા હતા. તેમના પરિવારજનોમાં પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. પુત્ર હેતાર્થ પટેલ ઈલેક્ટ્રીક ઈજનેર છે. અને છેલ્લા ચાર-પાંચ વર્ષથી તે દુબઈ શિફ્ટ થયેલો છે.