રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું, છેલ્લા 24 કલાકમાં 515 નવા કેસ, 1 દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 4413

રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું, છેલ્લા 24 કલાકમાં 515 નવા કેસ, 1 દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 4413

ગાંધીનગર, 5 માર્ચ 2021 શુક્રવાર 

રાજ્યમાં વધી રહેલું કોરોના વાયરસ સંક્રમણ સરકાર અને સામાન્ય પ્રજા માટે ચિંતાજનક બન્યું રહ્યું છે. આજે 515 નવા કેસ નોંધાયા છે, જ્યારે 405 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 4413 થયો છે.

જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,72,240 પર પહોંચ્યો છે, અને 2,64,969  લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.33 ટકા પર પહોંચ્યો છે. હાલ 2858 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 લોકો વેન્ટિલેટર પર અને 2815 લોકો સ્ટેબલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં આજે ભાવનગર કોર્પોરેશન, બોટાદ, પાટણ, વલસાડ અને તાપી એમ કુલ 5 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

રાજ્યનાં વિવિધ શહેરો અને જિલ્લાઓમાં આજે નોંધાયેલા નવા કેસની વિગત આ મુજબ છે, અમદાવાદ કોર્પોરેશન 113, સુરત કોર્પોરેશન 101, વડોદરા કોર્પોરેશન 90, રાજકોટ કોર્પોરેશન 46, વડોદરા 13, કચ્છ 11, રાજકોટ 10, આણંદ 9, ખેડા 9, સુરત 9, ભરૂચ 8, મહેસાણા 8, સાબરકાંઠા 8, ગાંધીનગર 7, જામનગર 7, ગીર સોમનાથ 6, જામનગર કોર્પોરેશન 6, જુનાગઢ કોર્પોરેશન 6, મહીસાગર 6, પંચમહાલ 6, ગાંધીનગર કોર્પોરેશન 5, જૂનાગઢ 5, નર્મદા 4, અમદાવાદ 2, અમરેલી 2, અરવલ્લી 2, બનાસકાંઠા 2, દાહોદ 2, ડાંગ 2, દેવભૂમિ દ્વારકા 2, મોરબી 2, સુરેન્દ્રનગર 2, ભાવનગર 1, છોટા ઉદેપુર 1, નવસારી 1, પોરબંદર 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 12,37,493 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 2,90,779 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુરૂ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,23,245 લોકોને રસી લગાવવામાં આવી. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Share: