×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

8 વર્ષ જુના વાહનો પર લાગશે ગ્રીન ટેક્સ, જાણો તમારે કેટલો ટેક્સ ચુકવવો પડશે

નવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી 2021, સોમવાર

કેન્દ્રીય પરિવહન અને હાઈવે મંત્રી નીતીન ગડકરીએ 8 વર્ષ જુના વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાની મંજુરી આપી દીધી છે. 8 વર્ષ જુના વાહનો પર ફિટનેસ સર્ટિફિકેટના રિન્યૂઅલ દરમિયાન આ ટેક્સ વસુલવામાં આવશે. નિયમને નોટિફાઈડ કરતા પહેલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે આ પ્રસ્તાવ મોકલવામાં આવશે.

મંત્રીએ સરકારે વિભાગો અને જાહેરક્ષેત્રના ઉપક્રમોના માલિકીવાળા વાહનોની ડિરજિસ્ટ્રેશન અને સ્ક્રેપિંગ નીતિને પણ મંજુરી આપી, જે 15 વર્ષથી વધારેની આયુષ્યની છે. નવો નિયમ 1લી એપ્રીલ 2022ના રોજ નોટિફાઈડ કરવામાં આવશે.

મંત્રાલયે જણાવ્યું કે, એ અનુમાન લગાવવામાં આવે છે કે કોમર્શિયલ વાહન જે કુલ વાહન બેડાના લગભગ 5% હિસ્સો છે, કુલ વાહન પ્રદુષણમાં લગભગ 65-70% યોગદાન કરે છે. વર્ષ 2000થી પહેલા નિર્મિત વાહન કુલ બેડાના 1% છે પરંતુ કુલ વાહન પ્રદુષણમાં તેમનું યોગદાન 15% છે.

8 વર્ષ જુના પરિવહન વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરતા સમયે રોડ ટેક્સના 10થી 25% ગ્રીન ટેક્સ લગાવવામાં આવી શકે છે. ખાનગી વાહનો પર 15 વર્ષ બાદ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રિન્યૂ કરતા સમયે ગ્રીન ટેક્સ લગાવવામાં આવશે. જાહેર પરિવહન જેમ કે સીટી બસો પર ઓછો ગ્રીન ટેક્સ લાગશે. સરકારે મહત્તમ પ્રદુશિત શહેરોમાં રજિસ્ટર્ડ વાહનો માટે વધારે ટેક્સ (રોડ ટેક્સના 50%) પ્રસ્તાવિત કર્યું છે.