6.1 ની તીવ્રતા સાથે જાપાનની ધરતી ધ્રૂજી, દરિયામાં નોંધાયું કેન્દ્રબિંદુ

6.1 ની તીવ્રતા સાથે જાપાનની ધરતી ધ્રૂજી, દરિયામાં નોંધાયું કેન્દ્રબિંદુ

જાપાનની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી હચમચી ગઈ છે. જાપાનના હોક્કાડોમાં આજે બપોરે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે જાપાનના ઉત્તરીય મુખ્ય ટાપુ હોક્કાઇડોમાં 6.1 ની પ્રારંભિક તીવ્રતા સાથેનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલા પણ 20 ફેબ્રુઆરીએ વહેલી સવારે 5.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. 

60 કિલોમીટરની ઊંડાઈએ આવેલા ભૂકંપે પૂર્વોત્તર જાપાન  સહિત ક્ષેત્રને પણ હચમચાવી નાખ્યું
જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, મુખ્યત્વે રાત્રે 10:27 વાગ્યે હોક્કાઇડોના પૂર્વીય ભાગમાં ખળભળાટ મચાવ્યો હતો. હજુ સુધી ઇજાઓ અથવા સંપત્તિને નુકસાનના થયા હોવાના અહેવાલો મળ્યા નથી. પરંતુ આ ભૂકંપમાં જાનહાની થઈ હોઈ શકે છે. એજન્સીએ જણાવ્યું હતું કે, કુશિરોથી દૂર પ્રશાંત મહાસાગરમાં 60 કિલોમીટરની ઊંડાઈએ આવેલા આ ભૂકંપે પૂર્વોત્તર જાપાન અને પૂર્વી જાપાન સહિત વ્યાપક ક્ષેત્રને પણ હચમચાવી નાખ્યું હતું.

Share: