5000 રુપિયાથી ઝુનઝુનવાલાએ શેરબજારમાં રોકાણની શરુઆત કરી હતી

5000 રુપિયાથી ઝુનઝુનવાલાએ શેરબજારમાં રોકાણની શરુઆત કરી હતી

નવી દિલ્હી,તા.14.ઓગસ્ટ.2022 રવિવાર

ભારતના વોરન બફે્ટ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાનુ આજે સવારે 62 વર્ષની વયે નિધન થયુ છે.

તેમના નિધનના સમાચારે લોકોને આંચકો આપ્યો છે.ઝુનઝુનવાલાની જીવન કહાની એક સક્સેસ સ્ટોરી હતી.એક આમ આદમી અબજો પતિ બની શકે છે તેવુ ઝુનઝુનવાલાએ પૂરવાર કરી બતાવ્યુ હતુ.

આ પણ વાંચો: શેર માર્કેટના કિંગ, દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું અવસાન

શેરબજારના રોકાણકારો માટે તો ઝુનઝુનવાલા સ્ટાર હતા.તેમનો જન્મ્ 1960માં મુંબઈમાં થયો હતો.પિતા રાધેશ્યામ ઝુનઝુનવાલા ઈનકમટેક્સ ઓફિસર હતા અને એવુ મનાય છે કે, નાનપણથી પિતાને તેમના મિત્રો સાથે શેરબજાર અંગે વાતચીત કરતા સાંભળીને નાનપણથી ઝુનઝુનવાલાને શેરબજાર તરફ આકર્ષણ થયુ હતુ.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલા કહેતા- તમારા બાપના કે સસરાના પૈસે શેર બજારમાં રોકાણ ન કરો

રાકેશ ઝુનઝુનવાલાએ 1985માં મુંબઈમાં બીકોમના અભ્યાસ બાદ સીએની ડિગ્રી મેળવવા માટે અભ્યાસ શરુ કર્યો હતો.રાકેશ ઝુનઝુનવાલાએ શેરબજારમાં રોકાણની શરુઆત 5000 રુપિયાથી કરી હતી.અત્યારે તેમની સંપત્તિ 40000 કરોડ રુપિયા જેટલી છે.તે રેર એન્ટરપ્રાઈઝ નામની સ્ટોક ટ્રેડિંગ ફર્મ ચાલવતા હતા.ટાઈટન, અરવિંદો ફાર્મા, એનસીસી, ક્રિસિલ, સેસા ગોવા જેવી કંપનીઓના શેરમાં તેમનુ રોકાણ હતુ.

આ પણ વાંચો: દિવંગત શેર માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાના બોલિવુડ કનેક્શન વિશે જાણો

તાજેતરમાં જ ઝુનઝુનવાલાએ લોકોને સસ્તા ભાવે હવાઈયાત્રા કરાવવા માટે આકાશા એરલાઈનની કંપની લોન્ચ કરી હતી.ગયા સપ્તાહે તેમની કંપનીના પ્લેને પહેલી ઉડાન ભરી હતી.

1987માં તેમના લગ્ન રેખા ઝુનઝુનવાલા સાથે થયા હતા.તેમના ત્રણ સંતાનો છે.ઝુનઝુનવાલાની પુત્રી નિષ્ઠા અને પુત્રોનુ નામ આર્યમન અને આર્યવીર છે.રેખા ઝુનઝુનવાલા પણ સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટર છે.રેખા પણ પોતાના પતિની જેમ ઘણી કંપનીઓમાં સ્ટોક હોલ્ડર છે.

આ પણ વાંચો: શું ઝુનઝુનવાલાના અવસાન બાદ તેમના કારોબાર અને માર્કેટ પર અસર પડશે?, જાણો પિયૂષ ગોયલનો જવાબ

Share: