11 વખત કોરોના વેક્સીન લેનારા વૃધ્ધ સામે પોલીસ ફરિયાદ, ગમે તે ઘડીએ થશે ધરપકડ

11 વખત કોરોના વેક્સીન લેનારા વૃધ્ધ સામે પોલીસ ફરિયાદ, ગમે તે ઘડીએ થશે ધરપકડ

લખનૌ, તા. 9. જાન્યુાઆરી. 2022 રવિવાર

11 વખત કોરોના વેક્સીન લેનાર બિહારના વૃધ્ધની હવે ધરપકડ થવાની ઘડીઓ ગણાઈ રહી છે.

84 વર્ષના વૃધ્ધ બ્રહ્મદેવ મંડળે 11 વખત વેક્સીન લીધી હોવાનો દાવો કરીને સનસનાટી મચાવી દીધી હતી.તેમની સામે હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

બિહારમાં 84 વર્ષના બ્રહ્મદેવ મંડલે દાવો કર્યો છે કે, મેં 11 વખત કોરોના વેક્સીનના ડોઝ લીધા છે.રસી લેવાથી મારા શરીરને બહુ આરામ મળ્યો છે.મારી કમર અને ઘૂંટણનો દુખાવો પણ દુર થઈ ગયો છે.

બ્રહ્મદેવ મંડલ પોસ્ટના નિવૃત્ત કર્મચારી છે.તેમનુ કહેવુ છે કે, અલગ અલગ જગ્યાએ રજિસ્ટ્રેશન માટે આધાર અને વોટર આઈડીનો ઉપયોગ કર્યો હતો.સૌથી પહેલો ડોઝ મેં અગિયાર મહિના પહેલા લીધો હતો.

Share: