હોટેલ, રેસ્ટોરન્ટ દ્વારા વસુલાતા સર્વિસ ચાર્જ ઉપર પ્રતિબંધ

હોટેલ, રેસ્ટોરન્ટ દ્વારા વસુલાતા સર્વિસ ચાર્જ ઉપર પ્રતિબંધ


– ગ્રાહક નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન નંબર 1915 ડાયલ કરીને જે-તે હોટેલ્સ, રેસ્ટોરન્ટ સામે ફરિયાદ નોંધાવી શકશે 

નવી દિલ્હી, તા. 04 જુલાઈ 2022, સોમવાર

ગ્રાહકોના હિતની રક્ષા કરવા માટે સ્થાપવામાં આવેલી સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ (CCPA)  ગ્રાહકો પાસેથી હોટેલ્સ, રેસ્ટોરન્ટ દ્વારા વસુલવામાં આવતા સર્વિસ ચાર્જ માટે નવો નિયમ બનાવ્યો છે. નિયમ પ્રમાણે કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટેલ્સ વગેરે પોતાના ગ્રાહકો પાસેથી ફરજિયાતપણે સર્વિસ ચાર્જ નહીં વસૂલી શકે. 

આ રીતે કરી શકાશે ફરિયાદ

જો કોઈ રેસ્ટોરન્ટ દ્વારા આ પ્રકારનો સર્વિસ ચાર્જ ફરજિયાતપણે લાગુ કરવામાં આવશે તો ગ્રાહક નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન નંબર 1915 ડાયલ કરીને જે-તે હોટેલ્સ, રેસ્ટોરન્ટ સામે ફરિયાદ નોંધાવી શકે છે. 

સ્વૈચ્છિક વિકલ્પ બની શકે

સીસીપીએના કહેવા પ્રમાણે હોટેલ્સ અને રેસ્ટોરન્ટ પોતાના ગ્રાહકોને સર્વિસ ચાર્જ ચુકવવા માટે ફરજ નહીં પાડી શકે. તે ગ્રાહકના વિવેક અને મરજીને આધીન સ્વૈચ્છિક વિકલ્પ હશે. બિલમાં સર્વિસ ચાર્જ નહીં સમાવી શકાય અને તેને અન્ય કોઈ નામે પણ નહીં ઉઘરાવી શકાય. 

આમ નવા નિયમ પ્રમાણે બિલમાં સર્વિસ ચાર્જ આપોઆપ અથવા તો ફરજિયાત રીતે સ્થાન નહીં પામી શકે. 

આ પણ વાંચોઃ રાજધાની, શતાબ્દીમાં ખાવાનું પ્રિ ઓર્ડર કરો, નહિતર ચૂકવો તોતિંગ ચાર્જ

Share: