હેલિકોપ્ટર ક્રેશઃ જનરલ બિપિન રાવત સહિત તેમાં સવાર લોકોના નામ આવ્યા સામે, ઘટના સ્થળે ધૂમાડાના ગોટેગોટા

હેલિકોપ્ટર ક્રેશઃ જનરલ બિપિન રાવત સહિત તેમાં સવાર લોકોના નામ આવ્યા સામે, ઘટના સ્થળે ધૂમાડાના ગોટેગોટા

નવી દિલ્હી,તા.8.ડિસેમ્બર,2021

તામિલનાડુમાં ભારતીય સેનાનુ એક હેલિકોપ્ટર ક્રેશ થયુ છે.જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પણ સવાર હતા.

જે જગ્યાએ આ હેલિકોપ્ટર ક્રેશ થયુ છે ત્યાં ધુમાડો નીકળી રહ્યો છે.હવે એવી જાણકારી સામે આવી છે કે, હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા.જેમાંથી બેના મોત થયા છે.જ્યારે બીજા ત્રણને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

ક્રેશ થયેલા હેલિકોપ્ટર એમઆઈ 17વી5ને બે પાયલોટ ઉડાવી રહ્યા હતા.તેમાં સવાર લોકોના નામ સામે આવ્યા છે.

જનરલ બિપિન રાવત

મધુલિકા રાવત

બ્રિગેડિયર લિડ્ડર

લેફટન્ટ કર્નલ હરજિન્દર સિંઘ

નાયક ગુરુસેવક સિંઘ

નાયક જિતેન્દર કુમાર

લાન્સ નાયક વિવેક કુમાર

લાન્સ નાયક બી સાઈ તેજા

હવાલદાર સતપાલ

શરુઆતમાં મળેલી જાણકારી પ્રમાણે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી અને હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે.દરમિયાન વાયુસેનાએ પણ કહ્યુ છે કે, આ હેલિકોપ્ટરમાં જનરલ બિપિન રાવત મોજુદ હતા.

Share: