હેમંત સોરેનના રાજીનામાની તૈયારી, રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલને મળવા સમય માંગ્યો

હેમંત સોરેનના રાજીનામાની તૈયારી, રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલને મળવા સમય માંગ્યો

રાંચી, તા. 01 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આજે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી શકે છે. હકીકતમાં ગુરૂવારે સાંજે 4:00 વાગ્યે CM હેમંત સોરેને કેબિનેટની બેઠક બોલાવી છે. આવી સ્થિતિમાં ઓફિસ ઓફ પ્રોફિટ કેસને જોતા હેમંત સોરેનનો નવો રાજકીય દાવ સામે આવી શકે છે. તેઓ રાજ્યપાલને મળીને ફરી સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. સાથે જ ઝારખંડમાં નવી સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે.

ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે CM હેમંત સોરેને ગુરૂવારે પ્રોજેક્ટ ભવન સચિવાલયમાં રાજ્ય કેબિનેટની બેઠક બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં CM  હેમંત સોરેન મોટો નિર્ણય લઈ શકે છે. સાથે જ આ બેઠક માટે વહીવટી રીતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

એવું માનવામાં આવે છે કે, સરકાર આ કેબિનેટ દ્વારા પોતાના ઘણા ચૂંટણી વચનોને અંતિમ સ્વરૂપ આપશે. એવી પણ શક્યતા છે કે, કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી હેમંત સોરેનથી લઈને મંત્રીઓ સાથે રાયપુર જઈ શકે છે. સાથે જ સરકાર વિશેષ સત્ર દ્વારા વિશ્વાસ મત રજૂ કરી શકે છે અને ગુરૂવારે સાંજે ચિત્ર સ્પષ્ટ થશે.

Share: