હું કાશ્મીરીઓનો બ્રાન્ડ એમ્બેસેડર, ઈમરાનખાને POKમાં જઈ બણગા ફૂંક્યા

હું કાશ્મીરીઓનો બ્રાન્ડ એમ્બેસેડર, ઈમરાનખાને POKમાં જઈ બણગા ફૂંક્યા

નવી દિલ્હી,તા.18 જુલાઈ 2021,રવિવાર

પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણી રેલીમાં ફરી એક વખત પીએમ મોદી અને આરએસએસ પર નિશાન સાધ્યુ છે.

ઈમરાખાને બણગા ફૂંકીને પોતાને કાશ્મીરીઓના બ્રાન્ડ એમ્બેસેડર પણ ઘોષિત કરી દીધા છે. પાક અખબારના અહેવાલ પ્રમાણે ઈમરાખાને કહ્યુ હતુ કે, ભાજપ અને આરએસએસની વિચારધારા ભારતના પોતાના માટે ખતરો છે. કારણકે આ વિચારધારા મુસ્લિમ સિવાયની બીજી લઘુમતીઓને પણ ટાર્ગેટ કરે છે. તેમને સમાન નાગરિક નથી માનતા. જ્યારથી જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાઈ છે ત્યારથી અહીંયા અત્યાચારો વધી ગયા છે. કાશ્મીરીઓના સંઘર્ષમાં પાકિસ્તાન તેમની સાથે છે.

પાક પીએમે કહ્યુ હું, કાશ્મીરીઓનો બ્રાન્ડ એમ્બેસેડર બનીને દુનિયાભરમાં તેમના માટે અવાજ ઉઠાવતો રહીશ.

ઉલ્લેખનીય છે કે, પાક કબ્જા હેઠળના કાશ્મીરમાં 25 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ચૂંટણી સભામાં ઈમરાખાને પાકિસ્તાનમાં પોતાની પાર્ટીએ લાગુ કરેલા આર્થિક મોડેલના વખાણ કર્યા હતા.

Share: