×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિમાચલ પ્રદેશમાં વરસાદી કહેર યથાવત્ , સિરમૌરમાં આભ ફાટ્યું, એક જ પરિવારના 5 સભ્યો ગુમ

image : Twitter


હિમાચલ પ્રદેશમાં વરસાદથી રાહત મળવાના સંકેત મળી રહ્યા નથી. જુદા જુદા ક્ષેત્રોમાં આભ ફાટવાના અહેવાલ મળી રહ્યા છે. સિરમૌરમાં ફરી રાતે આભ ફાટવાની ઘટના બની હતી. જેના લીધે વિનાશના દૃશ્યો સર્જાયા હતા. 

એક જ પરિવારના પાંચ સભ્યો ગુમ 

સિરમૌરી તાલ ગામના ત્રણ ઘર આભ ફાટવાથી આવેલા પૂર તથા કાટમાળના પાણીમાં ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયા હતા. બે ઘરના લોકોને બચાવી લેવાયા હતા. જોકે એક જ પરિવારના પાંચ સભ્યોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. તંત્ર અને સ્થાનિક અધિકારીઓએ આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. 

100થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા 

માહિતી અનુસાર મુગલવાલા કરતારપુર પંચાયતના સિરમૌરી તાલ ગામમાં 100થી વધુ લોકોને આ દરમિયાન રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જોકે અનેક રસ્તાઓ પર પર્વતો પરથી આવેલો કાટમાળ અને કાદવ ફરી વળતાં અવર-જવર ઠપ થઇ ચૂકી છે. રસ્તાઓ પર સાફ સફાઈની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.