હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર, એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત

હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર, એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત

અમદાવાદ, 5 ડિસેમ્બર 2022, સોમવાર

12 નવેમ્બર 2022ના દિવસે હિમાચલપ્રદેશ વિધાનસભાની 68 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી પરંતુ તે વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ હોવાથી આચારસંહિતાને કારણે હિમાચલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નહોતું પરંતુ હવે 8 ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર થવાનું છે પરંતુ તે પહેલા એક્ઝિટ પોલનો વર્તાવો આવ્યો છે એટલે કે કઈ પાર્ટીને કેટલી બેઠક મળશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર
હિમાચલ પ્રદેશની છેલ્લી ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. 2017ની હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 68માંથી 44 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. ગુજરાત અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે. પરંતુ તે પહેલાં હિમાચલ પ્રદેશમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક્ઝિટ પોલના આંકડામાં ટક્કર જોવા મળી રહી છે. હિમાચલમાં P-MARQ મુજબ ભાજપને 34થી39, કોંગ્રેસને 28થી33 અને આમ આદમી પાર્ટીને એક બેઠક મળી શકે છે. જ્યારે ETG મુજબ ભાજપને 38 કોંગ્રેસને 28 અને આમ આદમી પાર્ટીનું ખાતુ નહીં ખુલે તેવું તારણ રજુ કરવામાં આવ્યું છે. 

હિમાચલમાં 412 ઉમેદવારો મેદાનમાં હતા
હિમાચલ પ્રદેશમાં રાજ્યની 68 બેઠકો માટે 24 મહિલાઓ સહિત કુલ 412 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ અને કોંગ્રેસ તમામ 68 સીટો પર ચૂંટણી લડી હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ 67 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. અન્ય પક્ષોમાં માર્ક્સવાદી પાર્ટીના 11, BSP ના 53, સામ્યવાદી પાર્ટીના એક અને અન્ય 45 ઉમેદવારો ચૂંટણી લડી હતી. અપક્ષ ઉમેદવારોની સંખ્યા 99 હતી.

Share: