હિમાચલના કિન્નોરમાં ભેખડો ધસી પડતાં 11નાં મોત : 60 ફસાયા
એક બસ અને ટ્રક સાથે છ ખાનગી વાહનો કાટમાળમાં દટાયા
ખાઈમાં પડેલી બસમાં 24 પ્રવાસીઓ હતા, 13ને બચાવાયા કાટમાળમાં સપડાયેલી ટાટા સુમોમાંથી આઠ મૃતદેહ મળ્યા
કિન્નોર : હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં જમીન ધસી પડવાની ઘટનામાં 11ના મોત થયા છે અને 13ને બચાવી લેવાયા છે. આ દુર્ઘટના કિન્નોરના નિગુલસરી વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર પાંચ પર પહાડ ધસી પડવાના લીધે બુધવારે સવારે 12 વાગ્યાની આસપાસ બની હતી.
આ સમાચાર મળવાના પગલે આઇટીબીપીના લગભગ 300 જવાનોની એક ટુકડી ઘટનાસૃથળે ધસી ગઈ હતી અને બચાવ તથા રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. જો કે તે સમયે થોડા સમય સુધી પથૃથરો પડતા રહેવાના લીધે બચાવકાર્યમાં વિઘ્ન નડયું હતું.
પહાડ ધસી પડવાની ઘટના બની ત્યારે તેમાં હિમાચલ પ્રદેશ ટુરિઝમની એક બસ પણ ફસાઈ ગઈ હતી. તેમા કુલ 24 યાત્રીઓ હોવાનું કહેવાય છે. ભૂસ્ખલનની ઘટનામાં એક બસ અને એક ટ્રકની સાથે બીજા કુલ પાંચેક વાહનો ફસાયા હોવાનું કહેવાય છે. જો કે બસના ડ્રાઇવર અને કંડક્ટરને બચાવી લેવાયા છે. તેઓએ જ જણાવ્યું હતું કે બસમાં 24 પ્રવાસીઓ છે.
આમ બસનો ફક્ત ડ્રાઇવર અને કંડક્ટર જ બચ્યા છે, બધા પ્રવાસીઓ કાટમાળમાં ફસાયેલા છે. બસ હરિદ્વારથી જઈ રહી હતી. જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય અિધકારીઓ ઘટનાસૃથળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત સૃથાનિકો પણ બચાવકાર્યમાં મદદ કરી રહ્યા છે. મુખ્યપ્રધાન જયરામ ઠાકુર પોતે પણ દુર્ઘટનાની સિૃથતિની સમીક્ષા કરવા ઘટનાસૃથળે પહોંચ્યા હતા.
એનડીઆરએફની ટીમે 13 લોકોને બચાવ્યા છે અને 11ના શબ મળી આવ્યા છે. બચાવકાર્ય જારી છે, પરંતુ થોડી-થોડી વારે મોટા-મોટા પથૃથરો પડી રહ્યા હોવાના લીધે બચાવકાર્ય પર અસર પડી રહી છે. આઇટીબીપીના પ્રવક્તા વિવેક પાંડે મુજબ હજી પણ લગભગ 60 લોકો ફસાયા હોવાની શંકા છે. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે સીએચસી ભાવાનગર ખાતે લઈ જવાયા હતા.
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિરેક્ટર સુદેશ કુમાર મોખ્તાએ જણાવ્યું હતું કે આ ભૂસ્ખલનમાં સપડાયેલી ટાટા સુમોમાંથી આઠના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હિમાચલ પ્રદેશ ટુરિઝમની હરિદ્વાર જતી બસ ખાઇમાં પડી હોવાનું છેવટે દેખાયુ છે અને તેના માટે પણ બચાવકાર્ય શરૂ કરી દેવાયું છે. સાવ નાશ પામેલી ટ્રકમાંથી તેના ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યો છે. મૃત્યુ પામેલામાં પાંચ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિન્નોર દુર્ઘટના અંગે મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે વાત કરી પરિસિૃથતિની જાણકારી મેળવી છે. જ્યારે ગૃહપ્રધાન અમિત શાહે આ અંગે આઇટીબીપીના ડીજીપી સાથે વાત કરી છે. ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર મળે તે માટે હેલિકોપ્ટર મોકલવાની પણ મુખ્યમંત્રીએ ખાતરી આપી છે. આ અગાઉ હિમાચલ પ્રદેશમાં 25 જુલાઈના રોજ કિન્નોરમાં જ સાંગ્લા-ચિત્કુલ રોડ પર બસેરી ખાતે થયેલા ભૂસ્ખલનમાં નવના મોત થયા હતા અને ત્રણને ઇજા પહોંચી હતી.
આ જ રીતે 27 જુલાઈની ઘટનામાં લાહોલ સ્પિતિ જિલ્લામાં ઉદયપુર ખાતે ટોઝિંગ નુલ્લાહમાં વાદળ ફાટવાના લીધે આવેલા પૂર દરમિયાન ભૂસ્ખલનની ઘટનામાં આઠના મોત થયા હતા અને બેને ઇજા પહોંચી હતી તથા બે લાપતા હતા. જળશક્તિ પ્રધાન મહેન્દરસિંહ ઠાકુરે વિધાનસભામાં ચોથી ઓગસ્ટના રોજ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં આ વખતના ચોમાસામાં ભૂસ્ખલનની બનેલી ઘટનામાં અને પૂરની ઘટનામાં કુલ 218ના મોત થયા છે અને 12 જણા લાપતા છે.
ખડકની નીચે ઊભા રહી બસના ડ્રાઇવરે જીવ બચાવ્યો
અગાઉની બસને સલામત રીતે નીકળી જતાં જોઈને થોડી વારમાં અમારી બસ પણ નીકળી જશે તેમ માનતા હતા
હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનામાં કાટમાળમાં ફસાઈ ગયેલી બસના ડ્રાઇવરે અને કંડક્ટરે મોટા ખડકની નીચે ઊભા રહીને પોતાનો જીવ બચાવ્યો હતો અને આ સમગ્ર દુર્ઘટના પોતાની આંખે જોઈ હતી. બપોરે સાડા બાર વાગે મોરંગથી હરિદ્વાર જવા નીકળેલી બસ નિગુલસરી પહોંચી તો તેને સૂચના મળી કે આગામી વળાંક આગળ પથૃથર પડી રહ્યા છે.
આ દરમિયાન રામપુરથી રિકાંગપિઓ જઈ રહેલી બસ નીકળી ગઈ. આ બસને સલામત નીકળતી જોઈને હરિદ્વાર જનારી બસના ડ્રાઇવર અને કંડક્ટર બસને પથૃથરો પડતા હતા ત્યાંથી થોડે દૂર ઊભી રાખી સિૃથતિ સામાન્ય થવાની રાહ જોવા લાગ્યા. પછી કંડક્ટર ગુલાબે જણાવ્યું કે તેઓ બસ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમના પર પૂરો પહાડ જ તૂટી પડયો.
તેણે ત્યાં ઉભેલી બસ સહિત ઘણા વાહનોને તેની ઝપેટમાં લઈ લીધા. અમે પોતે પણ આ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયા, પરંતુ જીવ બચાવવા માટે ખડકની નીચે જગ્યા શોધી લીધી. આ ખડકની બહાર પૂરેપૂરો કાટમાળ હતો. ધોળા દિવસે બધુ અંધારૂ લાગતું હતું. તેથી અમે એકબીજાને હિંમત આપતા રહ્યા. પહેલા મોબાઇલ ચાલતો હતો, પછી તે બંધ થઈ ગયો.