×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિમાચલઃ ફરીથી વેગવંતો બન્યો પર્યટન ઉદ્યોગ, શિમલામાં હોટેલ્સ પેક, પ્રવાસીઓએ ગાડીઓમાં વિતાવી રાત


- મનાલી, મૈક્લોડગંજ, ચંબાના ડલહૌજી, ખજ્જિયાર, સોલનના ચાયલ, કસૌલી ખાતે પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો 

નવી દિલ્હી, તા. 28 જૂન, 2021, સોમવાર

હિમાચલ પ્રદેશમાં કોરોનાના કહેરના અંત સાથે જ પર્યટન ઉદ્યોગ ફરીથી ફુલ્યો ફાલ્યો છે. શનિવારે રાતે શિમલાની મોટા ભાગની હોટેલ્સ પેક થઈ ગઈ હતી જેથી રૂમ ન મળવાના કારણે પ્રવાસીઓએ ગાડીઓમાં જ રાત વિતાવવી પડી હતી. પ્રવાસીઓનો ધસારો એટલો વધારે હતો કે, ગાડી પાર્ક કરવા માટે જગ્યા મળવી પણ મુશ્કેલ બની ગઈ હતી. 

કેટલાક પ્રવાસીઓ રૂમની તલાશમાં મશોબરા, શોઘી, કુફરી સુધી પહોંચી ગયા હતા જ્યારે કેટલાક સહેલાણીઓએ ગાડીઓમાં જ રાત વિતાવી હતી. મનાલી, મૈક્લોડગંજ, ચંબાના ડલહૌજી, ખજ્જિયાર, સોલનના ચાયલ, કસૌલી ખાતે પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. 

ધર્મશાળાના દુર્ગમ પર્યટન સ્થળ એવા ત્રિયૂંડમાં 800 પ્રવાસીઓ પહોંચી ગયા હતા. બીડ બિલિંગમાં 90 ટકા હોટેલ્સ બુક રહી હતી અને હોટેલ્સના એડવાન્સ બુકિંગ થઈ રહ્યા છે. ચાલુ મહિના દરમિયાન વીકેન્ડ પર રેકોર્ડ સંખ્યામાં મુસાફરો શિમલા સહિતના પ્રદેશના તમામ પર્યટન સ્થળોએ નોંધાયા હતા. પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે છેલ્લા વીકેન્ડ વખતે આશરે 22,000 વાહનોએ શોઘી બેરિયર ખાતેથી અવર-જવર કરી હતી. 

લગભગ 11,000 જેટલા વાહનો શિમલા શહેરમાં દાખલ થયા હતા. પ્રવાસીઓના વાહનોને નિયંત્રિત કરવા માટે વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. વીકેન્ડ પર આશરે 29,000 લોકોએ સર્ક્યુલર રોડથી માલ રોડ જવા અને માલ રોડથી સર્ક્યુલર રોડ પહોંચવા માટે પર્યટન વિકાસ નિગમની લિફ્ટનો ઉપયોગ કર્યો હતો.