હિન્દુ સેનાની બબાલ, ગાઝીપુર રોડના બોર્ડ પર કૂચડો ફેરવ્યો, રોડને મહર્ષિ વાલ્મિકી નામ આપી દીધુ

હિન્દુ સેનાની બબાલ, ગાઝીપુર રોડના બોર્ડ પર કૂચડો ફેરવ્યો, રોડને મહર્ષિ વાલ્મિકી નામ આપી દીધુ

નવી દિલ્હી,તા.11.જુલાઈ.2021

દિન્દુ સેનાના કાર્યકરોએ રાજધાની દિલ્હીના પૂર્વ હિસ્સામાં આવેલા ગાઝીપુર રોડના નામની પટ્ટી પર કાળો કૂચડો ફેરવી દીધો હતો.કાર્યકરોએ આ રોડનુ નામ બદલીને મહર્ષિ વાલ્મિકી માર્ગ રાખી દીધુ છે.

હિન્દુ સેનાના કાર્યકરોએ કહ્યુ હતુ કે, દિલ્હીના કોઈ પણ રોડનુ નામ વિદેશી અત્યાચારીઓના નામે હોય તે સ્વીકાર નથી.દિલ્હી સરકાર વહેલી તકે તમામ રસ્તાઓના નામ ભારતીય શહીદો અને સમાજ સુધારકોના નામ પર રાખે, નહીતર વિદેશી નામો ધરાવતા તમામ રોડના બોર્ડ પર કાળો કૂચડો ફેરવી દેવામાં આવશે.

એક હિન્દી અખબારને હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યુ હતુ કે, ગાઝી શભ્દનો અર્થ ભારતીય સભ્યતા પ્રમાણે નથી.ઈસ્લામમાં ગાઝી એ વ્યક્તિને કહેવામાં આવે છે જે ઈસ્લામને નહીં માનનારાઓની હત્યા કરે છે.ભારત જેવા દેશમાં હિન્દુઓ સિવાયની બીજી લઘુમતીઓ પણ રહે છે ત્યારે આ પ્રકારની વિચાર સરણીને સમર્થન આપવુ યોગ્ય નથી.ગાઝીપુર રોડનુ નામ મહર્ષિ વાલ્મિકી રોડ અપાયુ છે.કારણકે આ વિસ્તારમાં વાલ્મિકી સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે.

હિન્દુ સેનાએ કહ્યુ હતુ કે, ભારત પર આક્રમણ કરીને તલવારની અણીએ ધર્મ પરિવર્તન કરાવનારાઓના નામ રસ્તાને આપવામાં આવે તે ચલાવી લેવામાં નહીં આવે.

Share: