હિન્દુ વિરોધી તત્વો મને કે પીએમ મોદીને ક્યારેય પસંદ કરવાના નથીઃ યોગી આદિત્યનાથ

હિન્દુ વિરોધી તત્વો મને કે પીએમ મોદીને ક્યારેય પસંદ કરવાના નથીઃ યોગી આદિત્યનાથ

નવી દિલ્હી, તા. 9. જાન્યુઆરી 2022 રવિવાર

યુપીમાં સાત તબક્કામાં વોટિંગ થવાનુ છે.તમામ પાર્ટીઓ પૂરી તાકાતથી ચૂંટણી પ્રચારી કરી રહી છે.બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથનુ કહેવુ છે કે, હિન્દુ વિરોધીઓ મને કે પીએમ મોદીને ક્યારેય સ્વીકાર નહી કરે.

તેમણે કહ્યુ હતુ કે, કેટલાક લોકો હજી પણ ભ્રમણામાં જીવે છે અને ખોટા આંકડા રજૂ કરી રહ્યા છે.પણ આ ચૂંટણી 80 ટકા અને 20 ટકા વચ્ચે થવાની છે.80 ટકા સમર્થકો ભાજપ તરફ અને 20 ટકા બીજી પાર્ટીઓ તરફ હશે.

યોગીએ કહ્યુ હતુ કે, હિન્દુ વિરોધી તત્વો પહેલા પણ મારા પર ભરોસો કરતા નહોતા અને આગળ પણ નહીં કરે.હું મારુ માથુ કાપીને તેમને ધરુ તો પણ તેમને મારા પર વિશ્વાસ નહીં હોય.જોકે આવા લોકોની મને પરવા પણ નથી.મારી પ્રતિબધ્ધતા યુપીની જનતા સાથે છે.લોકોને સુરક્ષા મળે અને કાયદાનુ શાસન સ્થપાય તે લક્ષ્ય સાથે અમે આગળ વધી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સાત તબક્કામાં યુપીમાં મતદાન થવાનુ છે અને પહેલા તબક્કામાં 10 ફેબ્રુઆરીએ મતદાન થશે.

Share: