હિન્દુઓ એકથી વધુ બાળકો પેદા કરે નહીંતર તેમની વસતી ઘટીને 50 કરોડ થઈ જશેઃ પ્રવીણ તોગડિયા

હિન્દુઓ એકથી વધુ બાળકો પેદા કરે નહીંતર તેમની વસતી ઘટીને 50 કરોડ થઈ જશેઃ પ્રવીણ તોગડિયા

નવી દિલ્હી,તા.12.ડિસેમ્બર,2021

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણ તોગડિયાએ ફરી હિન્દુઓને એક થી વધારે બાળક પેદા કરવા માટે સલાહ આપી છે.

યુપીના ફતેપુર ખાતેના તાંબેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ હિન્દુ રક્ષા નિધિ સમર્પણ અભિયાન હેઠળ તેઓ લોકોને મળ્યા હતા અને કહ્યુ હતુ કે, દેશની વસતી 140 કરોડ પર ભલે સ્થિર રહે પણ બદલાવ એ આવશે કે 10 વર્ષ પછી હિન્દુઓની વસતી 100 કરોડની જગ્યાએ 95 કરોડ થઈ જશે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, એ પચી 85 કરોડ અને 50 વર્ષ બાદ 45 કરોડ જ રહી જશે.140 કરોડની વસતીમાં હિન્દુઓ માંડ 50 કરોડ રહી જશે.હિન્દુઓ પોણા બે બાળકો અને મુસ્લિમો અઢી બાળકો પેદા કરશે.

Share: