હિજાબ વર્સિસ ભગવાનો વિવાદઃ કર્ણાટકના ગૃહ મંત્રીએ કહ્યુ કે, વિદ્યાર્થીઓ ધર્મનુ પાલન કરવા સ્કૂલે ના આવે

હિજાબ વર્સિસ ભગવાનો વિવાદઃ કર્ણાટકના ગૃહ મંત્રીએ કહ્યુ કે, વિદ્યાર્થીઓ ધર્મનુ પાલન કરવા સ્કૂલે ના આવે

ઉડુપી, તા. 4. ફેબ્રુઆરી 2022 શુક્રવાર

કર્ણાટકના સંખ્યાબંધ શૈક્ષણિક સંસ્થાનોમાં હિજાબ પહેરીને આવનાર વિદ્યાર્થિનીઓને ક્લાસમાં એન્ટ્રી આપવાનો ઈનકાર કરાઈ રહ્યો છે.કેટલીક જગ્યાએ હિજાબના વિરોધમાં વિદ્યાર્થીઓ હવે ભગવો ખેસ પહેરીને આવવા માંડ્યા છે.

આ વિવાદ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.હિજાબ નહીં પહેરવાના નિયમ સામે કેટલીક સ્કૂલો અને કોલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધાવ્યો છે.કર્ણાટક હાઈકોર્ટમાં પણ તેની સામે પિટિશન દાખલ કરવામાં આવી છે.

આ સંજોગોમાં કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રે નિવેદન આપતા કહ્યુ છે કે, કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધર્મને શિક્ષણથી દુર રાખવો જોઈએ.વિદ્યાર્થીઓએ ના તો હિજાબ પહેરીને આવવુ જોઈએ અને ભગવો ખેસ પણ ધારણ કરવો જોઈએ નહીં.

તેમણે કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓએ પોતાના ધર્મનુ પાલન કરવા માટે સ્કૂલે આવવાની જરુર નથી.આ એક જ્ઞાનનુ મંદિર છે અને અહીંયા વિદ્યાર્થીઓનો હેતુ શિક્ષણ મેળવવા આવવાનો હોવો જોઈએ. સ્કૂલ એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓને એક સમાન નિયમો સાથે શિક્ષણ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં છેલ્લા એક મહિનાથી હિજાબને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

Share: