×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે બે ગજ નહીં પણ 11 ગજનું અંતર રાખવું પડશે, જાણો શું કહ્યું દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે

નવી દિલ્હી, 24 મે 2021 સોમવાર

કોવિડ -19 નાં સંક્રમણથી સુરક્ષા માટે માસ્ક પહેરવા, હાથ ધોવા, શારીરિક અંતર બે ગજ સુધી રાખવા જેવી સલાહો હવે બિનઉપયોગી બની ગઇ છે. સરકારી જાહેરાતોમાં આ બાબતો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, પરંતુ સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજયરાઘવનના જણાવ્યા અનુસાર હવે કોરોનાથી સુરક્ષાનાં નવા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.

દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ઓફિસ અનુસાર, કોવિડ -19 થી સુરક્ષા માટેનો પ્રોટોકોલ બદલવામાં આવ્યો છે. હવે સાર્સ-કોવ -2 વાયરસ હવામાં 10 મીટર દૂર જીવી શકે છે. તે અંતર લગભગ 33 ફૂટ જેટલું થાય છે.

કેમ કે, ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા વાયરસ છીંક અથવા ઉધરસ દ્વારા આટલા અંતર સુધી હવામાં ફેલાઇ શકે છે, તેથી તેને રોકવા માટે આટલું અંતર જરૂરી છે. હા, જો ચેપગ્રસ્ત વ્યક્તિ અથવા તેની બાજુમાં ઉભેલી વ્યક્તિએ માસ્ક લગાવ્યો હોય, તો સંક્રમણ ફેલાવાનું જોખમ ઓછું થઈ શકે છે.

'સ્ટોપ ધ ટ્રાન્સમિશન, ક્રશ ધ પેન્ડામિક'

આ શીર્ષકની નવી માર્ગદર્શિકામાં, દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને જણાવ્યું છે કે ખુલ્લા વિસ્તારોમાં ચેપ લાગવાનું જોખમ ઓછું છે, કારણ કે વાયરસ ઝડપથી વિખેરાઇ જાય છે. તેમણે કહ્યું કે જ્યારે પણ ચેપગ્રસ્ત વ્યક્તિને છીંક આવે છે અથવા ખાંસીના ટીપાં તેમના નાક અથવા મોંમાંથી આવે છે અને તે અન્યને ચેપ લગાવે છે. આ વાયરસ સપાટી પર જામી જાય છે અને જ્યારે બીજો કોઇ બિન-ચેપગ્રસ્ત વ્યક્તિ તે સપાટીને સ્પર્શ કર્યા પછી તેના નાક, મોં અથવા આંખોને સ્પર્શે છે, ત્યારે આ વાયરસ તેના દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.