×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે અમેરિકાના ન્યુયોર્ક શહેરની શાળાઓમાં દિવાળીની રહેશે રજા, મેયરની જાહેરાત


હિંદુના સૌથી મોટો તહેવાર દિવાળી માટે હવે ન્યુ યોર્કની શહેરની શાળામાં રજા રહેશે. આ અંગે મેયર એરિક એડમ્સે ગઈકાલે માહિતી આપી હતી. ન્યુ યોર્કના હજારો રહેવાસીઓ દર વર્ષે દિવાળીની ઉજવણી કરે છે અને રાજ્યના સાંસદો દ્વારા તાજેતરમાં યુએસની સૌથી મોટી શાળા પ્રણાલીમાં રજા તરીકે નિયુક્ત કરતો કાયદો ઘડ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

મેયર એરિક એડમ્સે ટ્વીટ કરી માહિતી આપી

મેયર એરિક એડમ્સે આ નિર્ણયને સ્થાનિક પરિવારો માટે નોંધપાત્ર વિજય ગણાવ્યો હતો. મેયરે ટ્વીટ કરીને લખ્યુ હતું કે દિવાળીને શાળાની રજા રાખવાની ચર્ચામાં એસેમ્બલી મેમ્બર જેનિફર રાજકુમાર અને સમુદાયના નેતાઓ સાથે ઉભા રહીને મને ખૂબ ગર્વ છે. મને ખબર છે કે આ વર્ષની શરૂઆત જ થઈ ગયુ છેતો પણ દિવાળીની શુભકામનાઓ. આ ઉપરાંત મેયરે કહ્યું કે તેમને વિશ્વાસ હતો કે ગવર્નર કેથી હોચુલ બિલ પર હસ્તાક્ષર કરશે. આ નિર્ણય પર હજુ ગવર્નર કેથી હોચુલ દ્વારા કાયદામાં હસ્તાક્ષર કરવાના બાકી છે. નવી રજા શાળા રજાના કેલેન્ડર પર બ્રુકલિન-ક્વીન્સ ડેનું સ્થાન લેશે.