હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ઉત્તરાખંડ પર વધુ સંકટનવી દિલ્હી, તા.02 ઓગસ્ટ-2023, બુધવાર
ભારતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચોમાસાની અસર જોવા મળી રહી છે અને વરસાદી માહોલ પણ ઘણા રાજ્યોમાં જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે એલર્ટ જારી કર્યું છે, જેમાં પહાડના વિસ્તારોમાં ભારે પવન, વીજળી અને ભૂસ્ખલનની ચેતવણી અપાઈ છે.
ઉત્તર પ્રદેશમાં હાઈએલર્ટ, ઉત્તરાખંડ પર વધુ સંકટ
IMDના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ માટે આજે હાઈ એલર્ટ અપાયું છે. આ રાજ્યમાં વીજળી અને ભારે પવનનો ખતરો છે. ઉપરાંત સૌથી વધુ સંકટ ઉત્તરાખંડ પર છે, અહીં ભારે વરસાદ અને ભૂસ્ખલનનું એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે નાગરિકોને સતર્ક રહેવા ચેતવણી જારી કરી છે. દિલ્હીની વાત કરીએ તો અહીં અત્યારે ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
આ રાજ્યોમાં વરસાદની સંભાવના
IMDની આગાહી મુજબ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ મધ્ય પ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ મધ્ય પ્રદેશ, હરિયાણા, વિદર્ભ, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, બિહાર, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે.
આ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ
હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, છત્તીસગઢ, ગોવા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. હવામાન વિભાગે લોકોને સંભવિત પૂર જેવી સ્થિતિ માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. 7 ઓગસ્ટ સુધી ઉત્તર પ્રદેશમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 6 ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં વીજળી પડવાની સંભાવના
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વિવિધ સ્થળોએ વીજળી પડવાની સંભાવના છે. ઉપરાંત પવનની ઝડપ 30-40 કિમી રહેવાની સાથે વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરાઈ છે. પશ્ચિમ બંગાળ, બિહાર, સિક્કિમ, ઝારખંડ, આસામ અને મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં વિવિધ સ્થળોએ વીજળી પડવાની શક્યતા છે.
ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલથી 2 દિવસ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને આસપાસના ગામોમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે રાજ્યમાં પવનની ગતિ સમાન્યથી ઝડપી રહેવાની તેમજ દરિયામાં કરંટ પણ રહેવાનો અંદાજ છે.
.
.
.
.
.
.
.
.
.
.
.
IMD पूर्वानुमान, IMD अलर्ट, भारी बारिश, भूस्खलन, आंधी, गुजरात, उत्तराखंड, उत्तर प्रदेश, मध्य प्रदेश, ओडिशा, झारखंड, हरियाणा, विदर्भ, छत्तीसगढ़, गंगा, पश्चिम बंगाल, अरुणाचल प्रदेश, बिहार, मेघालय, असम, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा, कोंकण, गोवा, महाराष्ट्र, कर्नाटक, हिमाचल प्रदेश, राजस्थान, सिक्किम, आंध्र प्रदेश
IMD Forecast, Alert, Heavy Rain, Landslide, Thunderstorm, Gujarat, Uttarakhand, Uttar Pradesh, Madhya Pradesh, Odisha, Jharkhand, Haryana, Vidarbha, Chhattisgarh, Ganga, West Bengal, Arunachal Pradesh, Bihar, Meghalaya, Assam, Nagaland, Manipur, Mizoram, Tripura, Konkan, Goa, Maharashtra, Karnataka, Himachal Pradesh, Rajasthan, Sikkim, Andhra Pradesh
નવી દિલ્હી, તા.02 ઓગસ્ટ-2023, બુધવાર