સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપના 6 ધારાસભ્યો સાથે અખિલેશની હાજરીમાં સપામાં જોડાયા

સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપના 6 ધારાસભ્યો સાથે અખિલેશની હાજરીમાં સપામાં જોડાયા

નવી દિલ્હી, તા. 14. જાન્યુઆરી 2022 શુક્રવાર

ભાજપની યોગી સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય આજે અપેક્ષા પ્રમાણે જ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

આજે અખિલેશ યાદવની હાજરીમાં સ્વામી પ્રસાદ મૌર્ય, ધર્મ સિંહ સૈની સહિતના ભાજપના 6 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા.સમાજવાદી પાર્ટીના લખનૌના કાર્યાલય ખાતે તેઓ ધારાસભ્યો સાથે પહોંચ્યા હતા.

ભાજપને સ્વામીના રાજીનામાથી ચૂંટણી પહેલા ઝાટકો લાગ્યો છે.સ્વામીએ દાવો કર્યો છે કે, યોગી સરકારના બીજા મંત્રીઓ તેમજ ધારાસભ્યો પણ ભાજપ છોડવાની તૈયારીમાં  છે.

સ્વામી પ્રસાદ સાથે ભાજપ છોડનારા એક ધારાસભ્યે તો ગઈકાલે એવો દાવો કર્યો હતો કે, ભાજપના 100 જેટલા ધારાસભ્યો પાર્ટી છોડવા માટે રાહ જોઈ રહ્યા છે.

જોકે સ્વામીની પુત્રી સંઘમિત્રા ગૌતમ ભાજપની સાંસદ છે અને સ્વામીએ કહ્યુ હતુ કે, તે ભાજપમાં સાસંદ તરીકે ચાલુ રહેશે.આમ તે ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની નથી.

Share: