સોનિયા ગાંધીએ બોલાવી કોંગ્રેસની હાઈ લેવલ બેઠક, સિનિયર નેતાઓ સાથે પ્રશાંત કિશોર પણ હાજર

સોનિયા ગાંધીએ બોલાવી કોંગ્રેસની હાઈ લેવલ બેઠક, સિનિયર નેતાઓ સાથે પ્રશાંત કિશોર પણ હાજર

નવી દિલ્હી,તા.16 એપ્રિલ 2022,શનિવાર

દિલ્હીમાં કોંગ્રેસે આજે અચાનક જ એક હાઈ લેવલ બેઠક બોલાવતા રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ બેઠકમાં કોંગ્રેસના તમામ ટોચના નેતાઓ સામેલ છે.એવુ મનાય છે કે, સોનિયા ગાંધીએ આ બેઠક બોલાવી છે અને તેમાં ચૂંટણી સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોર પણ હાજર છે.

આ પહેલા સોનિયા ગાંધીએ એક અખબારમાં લખેલા લેખમાં ભાજપ સરકાર પર નિશાન સાધીને કહ્યુ હુત કે, આજે આપણા દેશમાં નફરત, કટ્ટરતા અને અસહિષ્ણુતાનો માહોલ છે અને તેને જો અત્યારે રોકવામાં નહીં આવે તો તે કાબૂ બહાર જતો રહેશે.

કોંગ્રેસની બેઠકમાં અંબિકા સોની, દિગ્વિજયસિંહ, મલ્લિકાર્જુન ખડગે, અજય માકન જેવા નેતાઓ હાજર છે. બેઠકમાં વર્તમાન રાજકીય સ્થિતિ અને આગામી વિધાનસભા ચૂંટણીઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

આ પહેલા કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, આપણો ઉદ્દેશ શું છે તે વાત સ્પષ્ટ થવી જોઈએ. અલગ અલગ રાજ્યો માટે કોંગ્રેસે અલગ અલગ રણનીતિ બનાવવાની જરૂર છે.

Share: