×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુશાંતસિંહના મોતનો મામલો ફરી જીવતો થયો, સંસદમાં આદિત્ય ઠાકરે અને રિયા ચક્રવર્તીનું નામ ચગ્યું

Image - Rhea Chakraborty, Instagram

મુંબઈ, તા.21 ડિસેમ્બર-2022, બુધવાર

આજે લોકસભામાં બોલિવૂડના અભિનેતા સ્વ.સુશાંત સિંહ રાજપુતના મૃત્યુનો મામલો ચગ્યો હતો, એટલું જ નહીં આ મામલે ઠાકરે જૂથના ધારાસભ્ય આદિત્ય-ઉદ્ધવનું નામ ચર્ચાયું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના સાંસદ રાહુલ શેવાલેએ ઠાકરે જૂથના ધારાસભ્ય આદિત્ય ઠાકરે પર એક ગંભીર આરોપ લગાવ્યો છે. બોલિવૂડના અભિનેતા સ્વ.સુશાંત સિંહ રાજપુતના મૃત્યુનો મામલો લોકસભામાં ઉઠાવતા શેવાલે કહ્યું કે, સુશાંતની મોત પહેલા રિયા ચક્રવર્તીને AU નામથી 44 ફોન આવ્યા હતા. શું એયુનો મતબલ આદિત્ય અને ઉદ્ધ છે ? આ સવાલ લોકસભામાં ઉઠતા જ મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ગરમાયું છે. 

રિયા મહારાષ્ટ્રના મોટા નેતાના સંપર્કમાં હતી ?

રાહુલ શેવાલે લોકસભામાં કહ્યું કે, ‘શું રિયા ચક્રવર્તીના ફોન કોલ્સની તપાસ કરવામાં આવી ? તે મહારાષ્ટ્રના મુખ્ય રાજકીય નેતાના સંપર્કમાં હતી, તેની નેતા સાથે મિત્રતા હતી, આ સાચુ છે ?’

રિયાને AU નામથી આવ્યા 44 કૉલ્સ, બિહાર પોલીસની તપાસ ક્યાં સુધી પહોંચી?

લોકસભામાંથી બહાર આવતાં શેવાલેએ પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'સુશાંતના મોત સાથે જોડાયેલું સત્ય હજુ સુધી પ્રજા સુધી પહોંચ્યું નથી. લોકોના મનમાં અનેક સવાલો છે. તેમને તેમના જવાબો મળવા જોઈએ. NCBએ રિયાની ડ્રગ્સ મુદ્દે પૂછપરછ કરી હતી. બિહાર પોલીસ અને ત્યારબાદ CBIએ પણ આ મુદ્દે તપાસ કરી હતી. બિહાર પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે, સુશાંતના મૃત્યુ પહેલા રિયાને AUના નામે 44 કોલ આવ્યા હતા.

AUનો મતલબ શું, અનન્યા ઉદ્ધવ કે આદિત્ય ઉદ્ધવ ?

રાહુલ શેવાલેએ વધુમાં કહ્યું કે, રિયાની કાનૂની ટીમે AUનો મતલબ અનન્યા ઉદ્ધવ જણાવ્યો. આ અંગે મુંબઈ પોલીસે વધુ ખુલાસો કર્યો નથી. પરંતુ બિહાર પોલીસની તપાસમાં AUનો મતલબ આદિત્ય ઉદ્ધવ ઠાકરે#8217 હતો. આ અંગે CBIએ કોઈ માહિતી આપી નથી. તેથી આ મામલે સત્ય બહાર આવવું જોઈએ. આ મુદ્દે મેં કેન્દ્રીય ગૃહમંત્રીને અપીલ કરી છે.

આદિત્યણે પટણામાં તેજસ્વી સાથે મુલાકાત કેમ કરી ?

થોડા દિવસો પહેલા આદિત્ય ઠાકરે બિહારના પ્રવાસે ગયા હતા. રાહુલ શેવાલેએ જણાવ્યું કે, આદિત્ય ઠાકરેએ પટનામાં તેજસ્વી યાદવ સાથે મુલાકાત કેમ કરી ? તેનું રહસ્ય સામે આવવું જોઈએ અને તપાસ થવી જોઈએ.

AU મુદ્દે જવાબ ન આપી આદિત્યએ કહ્યું, શેવાલેનું લગ્ન જીવન બચાવ્યું

રાહુલ શેવાળે દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે તેઓ આ દળમાં પ્રવેશવા માંગતા નથી. દેશદ્રોહીઓ પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય. માત્ર ઠાકરે પરિવાર જ જાણે છે કે રાહુલ શેવાલેનું લગ્નજીવન કેવી રીતે પાટા પર આવ્યું. પરંતુ જ્યારે પત્રકારો આદિત્ય ઠાકરેને આ અંગે પ્રશ્નો પૂછતા રહ્યા ત્યારે તેમણે એટલું જ કહ્યું કે મહારાષ્ટ્રમાં જમીન કૌભાંડ મામલે સીએમ એકનાથ શિંદે ઘેરાયા છે. રાજ્યપાલ સતત મહારાષ્ટ્રના મહાપુરુષો પ્રત્યે અપમાનજનક નિવેદનો આપી રહ્યા છે અને તેના કારણે તેમને હટાવવાની માંગ પરથી ધ્યાન હટાવવાનું નિમ્ન સ્તરનું રાજકારણ શરૂ થયું છે.