સુપ્રીમ કોર્ટ: સનાતન વૈદિક ધર્મનાં અનુયાયીઓએ સચ્ચર કમિટિની કાયદેસરતાને પડકારી

સુપ્રીમ કોર્ટ: સનાતન વૈદિક ધર્મનાં અનુયાયીઓએ સચ્ચર કમિટિની કાયદેસરતાને પડકારી

નવી દિલ્હી, 29 જુલાઇ 2021 ગુરૂવાર

હિંદુ સંગઠન સનાતન વૈદિક ધર્મનાં અનુયાયીઓએ મુસ્લિમ સમુદાયની સામાજીક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતી પર વર્ષ 2006માં બનેલી જસ્ટિસ રાજિન્દર સચ્ચર કમિટિની રિપોર્ટની કાયદેસરતાને પડકારતા સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખટખટાવ્યા છે.

આ અરજી મુજબ 9 માર્ચ 2005 નાં દિવસે વડાપ્રધાન કાર્યવાહી દ્વારા નિમવામાં આવેલી સચ્ચર કમિટિની નોટિફિકેશન કેબિનેટનો નિર્ણય નહીં પરંતું મનમોહન સિંહની મરજી પર આધારીત હતી.

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે તત્કાલિન વડા પ્રધાન પોતાની મરજીથી મુસ્લિમ સમુદાયની સામાજીક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતીની માહિતી મેળવવા માટે આ સમિતિની રચના કરવાનો હુકમ આપવામાં આવ્યો, જ્યારે કલમ 14 અને 15નાં આધારે કોઇ પણ ધાર્મિક સમુદાયની આથે અલગ વ્યવહાર ન કરી શકાય.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતીની તપાસ માટે આયોગની નિમણુક કરવાની શક્તિ ભારતનાં બંધારણની કલમ-340 હેઠળ ભારતનાં રાષ્ટ્રપતિ પાસે જ છે, આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સમિતિની રચના ભારતીય બંધારણની કલમ-77 નું ઉલ્લંઘન છે. સચ્ચર સમિતિ ગેરબંધારણિય અને ગેરકાયદેસર છે, કેમ કે તે રાષ્ટ્રપતિનાં હુકમથી રચવામાં આવી નથી.

Share: