સુપ્રીમ કોર્ટમાં કોરોના કહેર, 10 જજ અને 400 કર્મચારીઓ સંક્રમિત

સુપ્રીમ કોર્ટમાં કોરોના કહેર, 10 જજ અને 400 કર્મચારીઓ સંક્રમિત

નવી દિલ્હી, તા. 19. જાન્યુઆરી 2022 બુધવાર

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે.

સુપ્રીમ કોર્ટના 10 જજ અને 400 થી વધારે કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે.જેના કારણે આજે સુપ્રીમ કોર્ટની ત્રણ કોર્ટ આજે સુનાવણી નહીં કરે.

સુપ્રીમ કોર્ટના 32 ન્યાયાધીશો પૈકી 10 અને 3000 કર્મચારીઓ પૈકી 400 સંક્રમિત થયા છે.કોર્ટે 2 જાન્યુઆરીથી જ વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ઓનલાઈન સુનાવણી કરવાનુ નક્કી કર્યુ હતુ.

બીજી તરફ ભારતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2.82 લાખ કોરોના કેસ સામે આવી ચુકયા છે અને મરનારાઓની સંખ્યા વધીને 4.87 લાખને પાર કરી ગઈ છે.

Share: