સીએમ ચન્નીના ભાઈને કોંગ્રેસે ટિકિટ ના આપી, હવે અપક્ષ તરીકે ચૂંટણી લડશે

સીએમ ચન્નીના ભાઈને કોંગ્રેસે ટિકિટ ના આપી, હવે અપક્ષ તરીકે ચૂંટણી લડશે

નવી દિલ્હી, તા. 16. જાન્યુઆરી 2022 રવિવાર

પંજાબમાં સીએમ ચન્નીના ભાઈને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ નહીં આપતા હવે તેમણે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

પંજાબ ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલી પહેલી યાદીને લઈને એમ પણ ઘણી જગ્યાએ અસંતોષ જોવા મળી રહ્યો છે.દરમિયાન સીએમ ચન્નીના ભાઈ ડોકટર મનોહરસિંહ પણ ચૂંટણી લડવા માંગતા હતા.તેમણે આ માટે નોકરીમાંથી વીઆરએસ પણ લીધુ હતુ.જોકે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિધ્ધુ તેમને ટિકિટ આપવાના પક્ષમાં નહોતા.

હવે મનોહરસિંહે અપક્ષ લડવાનુ નક્કી કર્યુ છે.કોંગ્રેસે 86 ઉમેદવારોનુ જે લિસ્ટ જાહેર કર્યુ છે તેમાં તેમનુ નામ નથી.

પંજાબમાં 117 બેઠકો માટે 14 ફેબ્રુઆરીએ વોટિંગ થવાનુ છે.આ માટે 86 ઉમેદવારોનુ પહેલુ લિસ્ટ કોંગ્રેસે જાહેર કર્યુ છે.

Share: