×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સિંઘુ બોર્ડર પર ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચે હિંસક ઘર્ષણ, પોલીસ પર તલવાર વડે હૂમલો

- સ્થાનિક લોકોએ જગ્યા ખાલી કરવાની માંગ કરતા બંને જૂથ વચ્ચે ઘર્ષણ

નવી દિલ્હી, તા. 29 જાન્યુઆરી 2021, શુક્રવાર

પ્રજાસત્તાક દિવસના અવસર પર દિલ્હીમાં ખેડૂતો દ્વારા કાઢવામાં આવેલી ટ્રેક્ટર પરેડ હિંસ બન્યા બાદ ધીમા પડેલા ખેડૂત આંદોલને ફરી એક વખત જોર પકડ્યું છે. રાકેશ ટિકૈતની પ્રેસ કોન્ફરન્સ અને આંસુ બાદ ફરી એક વખત ખેડૂતો પ્રદરેશન માટે દિલ્હીના સીમાડે આવી રહ્યા છે. તેવામાં શુક્રવારે ફરી એક વખત સિંઘુ બોર્ડર પર જોતજોતામાં સ્થાનિક લોકો, પ્રદર્શનકારી ખેડૂતો તેમજ પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું.

પોતાને સ્થાનિક લોકો બતાવનાર લોકોનું એક જૂથ સિંઘુ બોર્ડર પર પહોંચ્યું, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો ધરણા પર બેઠા છે. સ્થનિક લોકોએ આવીને પ્રદર્શનકારી ખેડૂતોને ધરણા સમાપ્ત કરીને રસ્તો ખાલી કરવાનું કહ્યું. સાથે જ ‘સિંઘુ બોર્ડર ખાલી કરો’ના નારા પણ લગાવ્યા. સ્થાનિક લોકોના આ ટોળાએ પોલીસ પાસે પણ આ જગ્યા ખાલી કરાવવાની માંગ કરી. 

જોતજોતામાં સ્થનિક લોકો અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે ઘર્ષણ શરુ થઇ ગયું. જોતજોતામાં આ ઘર્ષણે હિંસક સ્વરુપ લઇ લીધું. અચાનક લાઠી, દંડા અને પથ્થરબાજી પણ શરુ થઇ. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે પણ લાઠીચાર્જ કર્યો અને સાથે જ લોકોની ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા.

આ અફરાતફરીના માહોલ વચ્ચે એક પ્રદર્શનકારે તલવાર વડે પોલીસ પર હૂમલો કર્યાની માહિતિ પણ મળી રહી છે. જેની અંદર અલીપુર એસએચઓ પ્રદીપ પાલીવાલ ઘાયલ થયા છે. તેમને હાથ ઉપર તલવાર વાગી છે. તલવાર વડે વાર કરનાર યુવકની પોલીસે અટકાયત કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ત્યાં હાજર ખેડૂત નેતાઓ લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. એવું જાણવા મળી રહ્યું છે કે પ્રદર્શનકારી ખેડૂતો તરફથી પહેલા પથ્થરબાજી શરુ કરવામાં આવી હતી. 

તો બીજી તરફ પ્રદર્શનકારી ખેડૂતો એવો આક્ષેપ કરી રહ્યા છે કે પોતાને સ્થનિક લોકો ગણાવતા ટાળે તેમને ગાળો આપી અને લાકડીથી મારવાનો પ્રયાસ કર્યો. અત્યારે સિંઘુ બોર્ડર પર સ્થિતિ તનાવપૂર્ણ છે.