સાંસદ પદ પરત મળ્યા બાદ પહેલીવાર સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

સાંસદ પદ પરત મળ્યા બાદ પહેલીવાર સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

લોકસભાની કાયર્વાહી હવે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. દિવસની શરૂઆતમાં હોબાળાની સ્થિતિ વચ્ચે ગૃહની કાયર્વાહી 12 વાગ્યા સુધી અટકાવાઈ હતી અને તેના પછી કાર્યવાહી શરૂ થતાં જ હોબાળાની સ્થિતિ યથાવત્ રહેતાં છેવટે 2 વાગ્યા સુધી કાયર્વાહી અટકાવતાં ગૃહને સ્થગિત કરવામાં આવ્યું હતું.

 રાહુલ ગાંધી સાંસદ પદ પરત મળ્યા બાદ પહેલીવાર પહોંચ્યા લોકસભા 

બીજી બાજુ સાંસદ પદ પરત મળ્યાં બાદ સમગ્ર કોંગ્રેસ સહિત વિપક્ષી દળોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ત્યારે સાંસદ પદ પરત મળ્યાં બાદ પહેલીવાર રાહુલ ગાંધી લોકસભામાં પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે વિપક્ષ અને કોંગ્રેસના નેતાઓ લોકસભાના દ્વાર પર પહોંચ્યા હતા.

136 દિવસની કાનૂની લડાઈ બાદ ગૃહમાં જોવા મળ્યા 

ઉલ્લેખનીય છે કે સાંસદ પદ પાછું મેળવવા માટે 136 દિવસની કાનૂની લડાઈ લડી હતી અને છેવટે વિજય મેળવ્યો હતો. સુપ્રીમકોર્ટે તેમને મોટી રાહત આપતાં તેમની સજા પર સ્ટે આપી દીધો હતો. જેના પગલે તેમને સાંસદ પદ પરત મળવું શક્ય બન્યું હતું. જોકે તેમને સાંસદ પદ પરત મળતાં જ કોંગ્રેસમાં ખુશીની લહેર જોવા મળી હતી. ઠેર ઠેર ઉજવણીના દૃશ્યો જોવા મળ્યા હતા.

Share: