સરકાર બચાવવા ઉધ્ધવ ઠાકરેએ 21 જૂને ફડનવીસને ફોન કર્યો હતો

સરકાર બચાવવા ઉધ્ધવ ઠાકરેએ 21 જૂને ફડનવીસને ફોન કર્યો હતો

મુંબઈ,તા 28 જૂન 2022,મંગળવાર

મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીની સરકાર પર સર્જાયેલા સંકટ વચ્ચે હવે એવી પણ વિગતો સપાટી પર આવી છે કે, સરકાર બચાવવા માટે મહારાષ્ટ્ર સીએમ અને શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડનવીસનો સંપર્ક કર્યો હતો.

એકનાથ શિંદેના બળવા બાદ 21 જૂનની રાત્રે દેવેન્દ્ર ફડનવીસ સાથે ફોન પર વાત કરીને ઉધ્ધવ ઠાકરેએ સમાધાન માટે પ્રયત્ન કર્યો હતો. જોકે શિવસેનાનુ કહેવુ છે કે, ફડનવીસ અને ઠાકરે વચ્ચે કોઈ વાત નથી થઈ. તેમને વાત કરવી હશે તો આમને સામને આવશે ત્યારે કરી લેશે.

આમ તો ઉધ્ધવ ઠાકરે ફેસબૂક લાઈવ બાદ જ રાજીનામુ આપવાના હતા પણ શરદ પવારે તેમને રાજીનામુ આપતા રોક્યા હતા.

એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, ઉધ્ધવ ઠાકરેએ ફડનવીસની સાથે સાથે ભાજપ હાઈકમાન સાથે પણ વાત કરવા માટે પ્રયત્ન કર્યો હતો.

સૂત્રોનુ એવુ પણ કહેવુ છે કે ,મહારાષ્ટ્રમાં ભાજપ પાંચ જુલાઈ પહેલા સરકાર બનાવવા માટે પ્રયત્ન કરી શકે છે. ભાજપે 29 જુન સુધીમાં પોતાના તમામ ધારાસભ્યોને મુંબઈમાં બોલાવ્યા છે અને સાથે સાથે સરકાર માટે ગઠબંધન કરવા માટે શિંદે જૂથ સાથે વાતચીત ચાલી રહી છે. શિંદે જૂથના 6 ધારાસભ્યોને મંત્રીપદ આપવામાં આવી શકે છે. જ્યારે એક નાથ શિંદેને ડેપ્યુટી સીએમ પદ ઓફર કરવામાં આવે તેવી શક્યતા છે.

Share: