સમીર વાનખેડેની 4 કલાક સુધી ચાલી પૂછપરછ, હાલ ડ્રગ્સ કેસના તપાસ અધિકારી રહેશે

સમીર વાનખેડેની 4 કલાક સુધી ચાલી પૂછપરછ, હાલ ડ્રગ્સ કેસના તપાસ અધિકારી રહેશે

મુંબઇ, તા. 27 ઓક્ટોબર 2021, બુધવાર

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં તપાસ માટે એનસીબીના જ્ઞાનેશ્વર સિંહના નેતૃત્વમાં પાંચ સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે. જેમાં એનસીબીના ઉત્તરી ક્ષેત્રના ડેપ્યુટી ડાયરેક્ટર જ્ઞાનેશ્વર સિંહ મુંબઈ પહોંચ્યા છે. વિજિલેન્સ ટીમની સામે આજે સમીર વાનખેડે રજૂ થયા હતા. જ્યાં તેમણે  એકવાર ફરી કહ્યુ છે કે તેમની વિરુદ્ધ જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે તે નિરાધાર છે. વાનખેડે વિરુદ્ધ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક અને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સાક્ષી પ્રભાકર સૈલે વસૂલીનો આરોપ લગાવ્યો છે. હાલ સમીર વાનખેડે જ ક્રૂઝ ડ્રગ્સ કેસના તપાસ અધિકારી રહેશે.

વાનખેડેનું બાંદ્રા સીઆરપીએફ કેમ્પમાં એનસીબીની વિજિલેન્સ ટીમે નિવેદન નોંધ્યુ છે. અહીં વાનખેડે આસરે ચાર કલાક રોકાયા હતા. તેમની એનસીબીના વિજિલેન્સ ચીફ જ્ઞાનેશ્વર સિંહે ખુદ પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું- મીડિયા દ્વારા આગ્રહ છે કે કેપી ગોસાવી અને પ્રભાકર સૈલ તપાસમાં સામેલ થાય. આજે આ ટીમે કેટલાક દસ્તાવેજ ભેગા કર્યા છે. સમીર વાનખેડેના નિવેદનને રેકોર્ડ કરવામાં આવ્યું છે. ઘણી વાતો તેમણે રાખી છે. આવનારા સમયમાં જરૂરીયાત પ્રમાણે તેની પાસેથી વધુ પૂરાવા કે દસ્તાવેજ લેવામાં આવશે. હાલ તેઓ 

સમીર વાનખેડેની પુછપરછ પર જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, કેસ સંબંધિત માગવામાં આવેલા દસ્તાવેજ તેમણે સોંપી દીધા છે. આગળ પણ જરૂર પડશે ત્યારે પુછપરછ કરીશું, તેમનું નિવેદન અમે નોંધી લીધું છે. મુંબઇ પોલીસની કાર્યપદ્ધતિ પર જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, મુંબઇ પોલીસ જવાબદાર પોલીસ છે. હું તેને લઇને કોઇ ટિપણી કરવા માગતો નથી. મુંબઇ પોલીસને મારી વિનંતી છે કે તે તપાસમાં સામેલ થાય.

ઉલ્લેખનીય છે કે પ્રભાકર સૈલે પાછલા દિવસોમાં દાવો કર્યો હતો કે ક્રૂઝ જહાજમાં દરોડાના મામલામાં આરોપી આર્યન ખાનને છોડવા માટે એનસીબીની મુંબઈ એકમના ડાયરેક્ટર સમીર વાનખેડે સહિત એજન્સીના કેટલાક અધિકારીઓએ 25 કરોડ રૂપિયા માંગ્યા હતા. આ આરોપ બાદ વિજિલેન્સ ટીમની રચના કરવામાં આવી છે અને સૈલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. 

આ પહેલા ક્રૂઝ પર માદક પદાર્થ મામલાની તપાસની આગેવાની કરી રહેલા વાનખેડે મંગળવારે દિલ્હી સ્થિત એજન્સીના મુખ્યાલય પહોંચ્યા હતા, જ્યાં તેઓ બે કલાકથી વધુ સમય રહ્યા હતા.

Share: