સંસદમાં મણિપુર હિંસા પર વિપક્ષનો હોબાળો યથાવત્, લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

સંસદમાં મણિપુર હિંસા પર વિપક્ષનો હોબાળો યથાવત્, લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

સંસદના ચોમાસુ સત્રના શરૂઆતથી જ વિપક્ષ મણિપુર મુદ્દે સરકારને ઘેરવામાં વ્યસ્ત છે. એક તરફ જ્યાં વિપક્ષી પાર્ટીઓ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહી છે તો બીજી તરફ સરકાર આ મુદ્દે ચર્ચાની માંગ કરી રહી છે ત્યારે ગઈકાલે સરકારે દિલ્હી સેવા અધિકારો સંબંધિત લોકસભામાં નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી સરકાર સુધારો બિલ 2003 રજૂ કર્યું હતું. આજે પણ વિપક્ષ તરફથી લોકસભામાં હંગામો થયો છે. જેના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 

રાજ્યસભાના અધ્યક્ષે ગૃહના નેતાઓની બેઠક બોલાવી

રાજ્યસભાના અધ્યક્ષે મણિપુર પર ચર્ચા કરવા માટે ગૃહના નેતાઓને બપોરે 1 વાગ્યે બેઠક માટે આમંત્રણ આપ્યું છે. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હું સૂચન કરું છું કે ગૃહને સ્થગિત કરી દેવામાં આવે.

વિપક્ષમાં ભાગલા પાડવા માટે રજૂ કરાયેલ બિલ – અધીર

કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલા સંસદમાં ચર્ચા થવી જોઈતી હતી, પરંતુ આ દરમિયાન દિલ્હી સેવા સંબંધિત બિલ રજૂ કરવામાં આવ્યું. આ જાણી જોઈને કરવામાં આવ્યું છે જેથી વિપક્ષમાં ભાગલા પડી શકે. અમે અમારું વલણ સ્પષ્ટ કર્યું છે. આ બિલ જે દિવસે રજૂ કરવામાં આવ્યું હતું તે દિવસે અમે તેનો વિરોધ કર્યો હતો.

Share: