શ્રદ્ધાના 35 ટુકડા કર્યા, આફતાબના 500 ટુકડા કરો: સાધ્વી પ્રાચી

શ્રદ્ધાના 35 ટુકડા કર્યા, આફતાબના 500 ટુકડા કરો: સાધ્વી પ્રાચી


– આવી ઘટનાઓ માત્ર હિન્દુ દીકરીઓ સાથે જ કેમ બને છે: સાધ્વી પ્રાચી

ઉત્તર પ્રદેશ, તા. 20 નવેમ્બર 2022, રવિવાર

વિશ્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ ઉત્તર પ્રદેશના બરેલીમાં શ્રદ્ધા હત્યા કેસને લઈને નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે, હિન્દુઓ એક થઈ જાઓ. કાન ખોલીને સાંભળો. તેમને આ જ ભાષામાં જવાબ આપો. જ્યાં આફતાબે શ્રધ્ધાના 35 ટુકડા કર્યા તો તેના 500 ટુકડા કરો. આપોઆપ રસ્તો મળી જશે. બીજા દિવસે કોઈ નિધિ ગુપ્તા મૃત નહીં મળી આવશે. તેમણે હિંદુ છોકરીઓને મુસ્લિમ છોકરાઓ સાથે મિત્રતા અને પ્રેમ કરવાની સખત મનાઈ કરી. આ સાથે દરેક માતા-પિતાને પણ તેમની દીકરી પર નજર રાખવાની સૂચના આપી હતી, જેથી કરીને કોઈ જેહાદી તેને પોતાની જાળમાં ફસાવી ન શકે.

સાધ્વી પ્રાચીએ કહ્યું કે, ભારતની અંદર ખૂબ જ સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે. અહીં હિંદુ દીકરીઓને કેવી રીતે ફસાવવામાં આવે છે, તેમની સાથે લવ જેહાદ કરવામાં આવે છે. આ એક શ્રદ્ધા નથી. ક્યારેક નિધિ ગુપ્તા આવે છે તો ક્યારેક શ્રદ્ધા આવે છે. તેમણે કહ્યું કે, આવી ઘટનાઓ માત્ર હિન્દુ દીકરીઓ સાથે જ કેમ બને છે? જ્યારે હિન્દુ છોકરાઓ પણ મુસ્લિમ છોકરીઓ સાથે લગ્ન કરે છે. આજ સુધી ભારતમાં તેની સાથે આવી કોઈ ઘટના સામે નથી આવી.

દરેક માતા-પિતા પોતાની દીકરી પર નજર રાખો

સાધ્વી પ્રાચીએ હિંદુઓને કહ્યું કે, અમારી દીકરીઓની સુરક્ષા માટે અમારે કાયદો પોતાના હાથમાં લેવો પડી શકે છે પરંતુ અમારી દીકરીઓની રક્ષા કરો. તેમણે કહ્યું કે, હું દરેક માતા-પિતાને અપીલ કરીશ કે, તેઓ તેમની દીકરી પર નજર રાખે. તેની આસપાસ ક્યાંક કોઈ જેહાદી તેની પુત્રીને પોતાની જાળમાં તો ન ફસાવી રહ્યો છે ને. સાધ્વી પ્રાચીએ આફતાબ જેવા આરોપીઓ અને તેમને લવ જેહાદમાં ફસાવીને હત્યા કરનારા જેહાદીઓ વિશે કહ્યું કે, હું દીકરીઓને કહીશ કે તેમના કરતા જાનવરો સારા છે. તમે કૂતરાને બે ટાઈમ રોટલી ખવડાવો તો તે પણ કોઈના ટુકડા નથી કરતો . આ ક્રૂર લોકો છે પરંતુ તેમને તેમની જ ભાષામાં જવાબ આપવો જોઈએ.

સાધ્વી પ્રાચીએ કહ્યું કે હિંદુ છોકરીઓએ મુસ્લિમ છોકરાઓ સાથે મિત્રતા અને પ્રેમ ન કરવો જોઈએ. જો તમે પ્રેમ કરો તો તમારા માતાપિતા સાથે કરો. દરેક પિતા ઈચ્છે છે કે, તેમની પુત્રી આકાશમાં ઉડે પરંતુ પિતા જાણે છે કે, આકાશમાં ઘણા ગરુડ છે. તેમને પ્રેમ ન કરવો જોઈએ. હું ખુલ્લેઆમ કહું છું કે, આ લોકો ક્રૂર છે. આફતાબ અંગે સાધ્વી પ્રાચીએ કહ્યું કે, ભારતીયો કાન ખોલીને સાંભળો. તેમને આ જ ભાષામાં જવાબ આપો. જ્યાં આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કર્યા છે તો તેના 500 ટુકડા કરો. બીજા દિવસે કોઈ નિધિ ગુપ્તા મૃત હાલતમાં ન મળી આવે. સાધ્વી પ્રાચીએ યુપીમાં ગેરકાયદેસર મદરેસાઓ પર બુલડોઝર ચલાવવાની પણ અપીલ કરી હતી અથવા સરકાર પાસે તેમના પર સરકારી હોસ્પિટલ બનાવવાની માંગ કરી હતી.

Share: