×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શેર માર્કેટનો નવો રેકોર્ડઃ સેન્સેક્સ 54,500ની નજીક, નિફ્ટીમાં પણ ઉછાળો


- શરૂઆતના વેપારમાં 1,245 શેરોમાં તેજી આવી, 784 શેરોમાં ઘટાડો થયો અને 85 શેરમાં કોઈ ફેરફાર ન થયો

નવી દિલ્હી, તા. 05 ઓગષ્ટ, 2021, ગુરૂવાર

પાછલા સત્રમાં રેકોર્ડ સ્તરે બંધ થયા બાદ આજે સપ્તાહના ચોથા દિવસે, એટલે કે ગુરૂવારે શેર બજારની શરૂઆત ઉચ્ચતમ સ્તરે થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 68.14 પોઈન્ટ (01.3 ટકા) ઉપર 54,437.91ના સ્તરે ખુલ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 13.80 પોઈન્ટ (0.08 ટકા)ના વધારા સાથે 16,272.60ના સ્તરે ખુલી. ગત સપ્તાહે બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ 388.96 પોઈન્ટ એટલે કે, 0.73 ટકા નીચે આવ્યો હતો. શરૂઆતના વેપારમાં 1,245 શેરોમાં તેજી આવી, 784 શેરોમાં ઘટાડો થયો અને 85 શેરમાં કોઈ ફેરફાર ન થયો. 

ઉછાળાનું કારણ

અર્થતંત્રમાં સુધારાની આશા વધી છે. સુધરી રહેલા મેક્રો ઈકોનોમી આંકડાઓથી બજારને સમર્થન મળ્યું છે. જુલાઈ 2021માં જીએસટી સંગ્રહ વધીને 1.16 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયો. કોર સેક્ટરનું આઉટપુટ જૂનમાં વાર્ષિક આધાર પર 8.9 ટકા વધી ગયું. કંપનીઓના વધુ સારા નાણાકીય પરિણામોની પણ ઘરેલુ બજાર પર સકારાત્મક અસર પડી છે. તે સિવાય ભારતનો નિકાસ આંકડો પણ વાર્ષિક આધાર પર સુધર્યો છે. 

બુધવારે ડોમેસ્ટિક માર્કેટ ગ્રીન નિશાન પર બંધ થયું હતું. સેન્સેક્સ 546.41 પોઈન્ટ (1.02 ટકા)ની તેજી સાથે 54,369.77ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી 128.05 પોઈન્ટ (0.79 ટકા)ના વધારા સાથે 16,258.80ના સ્તરે બંધ થઈ હતી. આ બજાર બંધ થવાનું ઉચ્ચતમ સ્તર છે.