×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શું અમેરિકા તાલિબાન સરકારને માન્યતા આપશે? બ્લિંકને આપ્યો આ જવાબ

વોશિંગ્ટન, 16 ઓગસ્ટ 2021 સોમવાર

અફઘાનિસ્તાન પર હવે તાલિબાનનું શાસન સ્થપાઇ ગયું છે, ત્યારે હવે એ સવાલ થાય છે કે તાલિબાનની સરકારને શું વૈશ્વિક મહાસત્તાઓ પાસેથી માન્યતા મળશે?. 

અમેરિકાનાં વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકનને જ્યારે આ સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે અમેરિકા અફઘાનિસ્તાનમાં માત્ર તે જ સરકારને માન્યતા આપશે જે ત્યાંનાં લોકોનાં અધિકારોની રક્ષા કરશે અને પોતાના દેશની અંદર આતંકવાદીઓને આશ્રય નહીં આપે.  

જ્યારે બ્લિંકેનને તે મિડિયા રિપોર્ટસ અંગે પ્રશ્ન કરાયો જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ચીન તાલિબાનને એક માન્ય સરકાર તરીકે મંજુરી આપવા માટે તૈયારી કરી રહ્યું છે તો બ્લિંકેનને કહ્યું, અફઘાનિસ્તાનની જે સરકાર પોતાની મહિલાઓ અને યુવતીઓ સહિત પોતાના નાગરિકોનાં અધિકારોની સુરક્ષા નહીં કરે અને અમેરિકાનાં સાથી દેશો વિરૂધ્ધ આતંકી સમુહોને આશ્રય આપશે, તેમને અમેરિકા ચોક્કસપણે માન્યતા નહીં જ આપે. 

તેમણે તાલિબાનને ચેતવણી આપતા એ પણ કહ્યું કે જો તાલિબાન લોકોનાં મુળભુત અધિકારોનું સન્માન નહીં કરે તો, તેનાં નેતૃત્વવાળી સરકારને ન આંતરરાષ્ટ્રિય મદદ મળશે કે ન તો કોઇ પ્રતિબંધો હટાવવામાં આવશે, તાલિબાનનાં નેતા વિદેશ યાત્રા પણ નહીં કરી શકે.