×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'શિક્ષણમાં દેશનું ભાગ્ય બદલવાની તાકાત', અખિલ ભારતીય શિક્ષણ પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાનનું સંબોધન


રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના 3 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમ પહોંચ્યા હતા. અહીં તેમણે અખિલ ભારતીય શિક્ષણ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે. આ અવસર પર પીએમ મોદીએ 12 ભારતીય ભાષાઓમાં શિક્ષણ અને કૌશલ્ય પર પુસ્તકોનું વિમોચન કર્યું અને PMShri યોજના હેઠળ ફંડનો પહેલો હપ્તો પણ બહાર પાડ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર, PMShri યોજના હેઠળ પસંદગીની સરકારી શાળાઓને ભંડોળનો પહેલો હપ્તો જારી કરવામાં આવ્યો હતો. આ શાળાઓ વિદ્યાર્થીઓને એવી રીતે શિક્ષણ પ્રદાન કરશે કે તેઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં પરિકલ્પના મુજબ સમાન, સર્વસમાવેશક અને બહુમતીવાદી સમાજના નિર્માણમાં યોગદાન આપનાર નાગરિક બને.

શિક્ષણમાં દેશનું ભાગ્ય બદલવાની શક્તિ: મોદી

આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે, શિક્ષણ જ દેશનું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે. દેશ જે ધ્યેય સાથે આગળ વધી રહ્યો છે તેમાં શિક્ષણની મહત્વની ભૂમિકા છે. તમે તેના પ્રતિનિધિ છો. ઓલ ઈન્ડિયા એજ્યુકેશન કોન્ફરન્સનો ભાગ બનવું એ મારા માટે પણ એક મહત્વપૂર્ણ તક છે.

અખિલ ભારતીય શિક્ષા પ્રાચીનતા અને આધુનિકતાનો સંગમ: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કાશીના રૂદ્રાક્ષથી આધુનિક ભારતના આ મંડપ સુધીની અખિલ ભારતીય શિક્ષા સમાગમની યાત્રા પોતાનામાં એક સંદેશ ધરાવે છે. તે પ્રાચીનતા અને આધુનિકતાનો સંગમ છે. જ્યારે આપણી શિક્ષણ પ્રણાલી ભારતની પરંપરાઓને સાચવી રહી છે, ત્યારે દેશ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ આગળ વધી રહ્યો છે.

દુનિયા ભારતને નવી સંભાવનાઓની 'નર્સરી': PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ ભારતને નવી સંભાવનાઓની 'નર્સરી' તરીકે જોઈ રહ્યું છે. ઘણા દેશો તેમના દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કેમ્પસ ખોલવા માટે સરકારનો સંપર્ક કરી રહ્યા છે. બે IIT કેમ્પસ એક તાન્ઝાનિયામાં અને એક અબુધાબીમાં કાર્યરત થવાના છે. આ ઉપરાંત પણ ઘણી વૈશ્વિક યુનિવર્સિટીઓ પણ સંપર્ક કરી રહી છે. તેઓ ભારતમાં તેમનું કેમ્પસ ખોલવામાં રસ દાખવી રહ્યા છે.