શાહરુખના મન્નતમાં બે ગુજરાતી યુવકોની ઘૂષણખોરી, પોલીસે કરી ધરપકડ

શાહરુખના મન્નતમાં બે ગુજરાતી યુવકોની ઘૂષણખોરી, પોલીસે કરી ધરપકડ
Image : Twitter

મુંબઈ, 03 માર્ચ 2023, શુક્રવાર

મુંબઈમાં અભિનેતા શાહરુખ ખાનના બંગલામાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. બે યુવકો શાહરુખના બંગલામાં ઘુસી ગયા હતા. બાદમાં આ બંને યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે બંને યુવકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો

મુંબઈમાં ગઈકાલે અભિનેતા શાહરુખના ખાનના બાંદ્રા સ્થિત મન્નત બંગલામાં બે યુવકો સુરક્ષાગાર્ડની આંખમાં ધૂળ નાખીને  દિવાલ કુદીને અંદર ઘુસી ગયા હતા. આ બંને યુવકો બંગલાના ત્રીજા માળ સુધી પહોંચી ગયા હતા. જો કે સુરક્ષા કર્મીની નજર તેના પર પડતા જ બંને યુવકોને પકડી પાડ્યા હતા. સુરક્ષા ગાર્ડે શાહરૂખ ખાનની ટીમને આ મામલે અપડેટ જાણ કરી હતી. આ મામલે બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. આ ઘટના અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસની રિપોર્ટ દાખલ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ બંને યુવકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. બંને યુવકોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

બંને યુવકો ગુજરાતથી આવ્યાનુ સામે આવ્યુ હતું

આ મામલે પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને યુવકો ગુજરાતના સુરતથી આવ્યા હોવાનું જાણવા મળ્યુ હતું અને બંને યુવકોની ઉંમર આશરે 21થી 25 વર્ષની વચ્ચે હતી. પોલીસે આ બંને યુવકો પર ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસે જણાવ્યુ હતું કે બંને યુવકોની પુછપરછ કરતા તેઓએ અભિનેતાને મળવા માટે આવ્યા હતા.

Share: