×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'શરદ પવાર પોતાના જોરે રાજ્યમાં ક્યારેય સરકાર ન બનાવી શક્યા..', અજિત જૂથના નેતાના પ્રહાર

ક્યારેક શરદ પવારના નજીકના રહેવા દિલીપ વલસે પાટિલે તેમના એક નિવેદનમાં કંઈક એવું કહ્યું કે જેનાથી શરદ પવારના સમર્થકો નારાજ થઈ શકે છે. ખરેખર દિલીપ વલસે પાટિલે શરદ પવારના રાજકીય કદ સામે સવાલો ઊઠાવ્યા હતા અને કટાક્ષ કરતાં કહ્યું કે શરદ પવાર ક્યારેય પોતાના જોરે રાજ્યમાં સરકાર બનાવી શક્યા નથી. પાટિલે એમ પણ કહ્યું કે રાજ્યના રાજકારણમાં ટૂંક સમયમાં ભૂકંપ આવશે. 

શરદ પવારના રાજકીય કદ સામે સવાલો ઊઠાવ્યા 

અહેવાલ અનુસાર પૂણે જિલ્લામાં પોતાના મતવિસ્તાર અંબેગામના માચરમાં આયોજિત એક કાર્યક્રમમાં પાટિલે કહ્યું કે અમને હંમેશા એવું કહેવાતું હતું કે પવાર સાહેબ દેશના સૌથી મોટા નેતા છે પણ બીજી બાજુ તેમના નેતૃત્વમાં પાર્ટીએ ક્યારેય મહારાષ્ટ્રમાં પોતાના જોરે સત્તા નથી મેળવી. અનેક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોએ પોતાના જોરે સરકાર રચી છે જેમાં માયાવતી અને મમતાની પાર્ટી પણ સામેલ છે. 

રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવશે 

વલસેએ કહ્યું કે જ્યારે બીજી બાજુ એક મોટા નેતા હોવા છતાં અમે વિધાનસભામાં ફક્ત 60-70 સીટો જ જીતી શક્યા! અજિત જીતનો ભાજપમાં વિલય થયો નથી. એનસીપી જ અમારી પાર્ટી છે અને પાર્ટીના ચૂંટણી ચિહ્ન અંગે ચૂંટણી પંચ જ્યારે નિર્ણય કરશે ત્યારે રાજકારણમાં ભૂકંપ આવી જશે. ઉલ્લેખનીય છે કે દિલીપ વલસે પાટિલ એનસીપીના એ નવ ધારાસભ્યોમાં સામેલ છે જે અજિત પવારના નેતૃત્વમાં રાજ્યની શિવસેના ભાજપ સરકારમાં જોડાઈ ગયા હતા.