×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વોટ ન આપનારા 2 લોકોની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથને દોષિત જાહેર કર્યા

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને સુપ્રીમકોર્ટે મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમકોર્ટે ડબલ મર્ડર કેસમાં પ્રભુનાથ સિંહને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં નીચલી કોર્ટે તેમને મુક્ત કરી દીધા હતા. તેના પછી પટણા હાઈકોર્ટે પણ તેમની મુક્તિને યોગ્ય ઠેરવી હતી પરંતુ સુપ્રીમકોર્ટે પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવતાં 1 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે. 

1 સપ્ટેમ્બરે પ્રભુનાથને કોર્ટમાં હાજર થવા આદેશ 

સુપ્રીમકોર્ટે બિહારના ડીજીપી અને મુખ્ય સચિવને આદેશ કર્યો છે કે 1 સપ્ટેમ્બરે પ્રભુનાથને કોર્ટમાં હાજર કરવામાં આવે. 1 સપ્ટેમ્બરે પ્રભુનાથ સિંહની સજા પણ ચર્ચા થશે. હાલ પ્રભુનાથ સિંહ એક બીજા મર્ડર કેસમાં હજારીબાગ જેલમાં સજા ભોગવી રહ્યા છે. 

મામલો શું છે? 

બિહારની મહારાજગંજ લોકસભા સીટથી ત્રણ વખત જેડીયુ અને એક વખત આરજેડીની ટિકિટ પર સાંસદ રહી ચૂકેલા પ્રભુનાથ સિંહ સામે 1995 માં મસરખના એક મતદાન કેન્દ્ર નજીક ત્યારના 47 વર્ષના દારોગા રાય અને 18 વર્ષના રાજેન્દ્ર રાયની હત્યાનો આરોપ છે. આરોપ હતો કે બંનેએ પ્રભુનાથ સિંહ સમર્થિત ઉમેદવારને વોટ નહોતો આપ્યો એટલા માટે તેમની હત્યા કરી દીધી હતી.