×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિરોધ પક્ષોની મહત્વની બેઠક 14મી જૂને મળશે, કોંગ્રેસ પાર્ટી બેઠકનું નેતૃત્વ કરશે


વિરોધ પક્ષોની મહત્વની બેઠક હવે 14 જુલાઈના રોજ યોજાશે. આ અગાઉ આ બેઠક 10 કે 12 જુલાઈએ થવાની હતી. હાલમાં આ બેઠક માટે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની પસંદગી કરવામાં આવી છે.

બેઠકના સ્થળ અંગે હજુ નિર્ણય લેવાયો નથી

સુત્રોમાંથી મળતી જાણકારી મુજબ આ બેઠક પણ શિમલાના બદલે જયપુરમાં થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો બેઠકના સ્થળ અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસ પાર્ટી આ બેઠકનું નેતૃત્વ કરશે. હિમાચલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહે દાવો કર્યો હતો કે વિરોધ પક્ષોની આ સામાન્ય બેઠક આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં જીતનો પાયો નાખશે. દેશમાં 1998થી 2003 સુધી NDAની સરકાર હતી, ત્યારબાદ NDAને સત્તા પરથી હટાવવા માટે શિમલામાં કોંગ્રેસ ચિંતન શિબિર યોજવામાં આવી હતી જેનો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો.

કોંગ્રેસ સાથે JDU-RJD, NCP સહિત મુખ્ય વિરોધ પક્ષો

આ બેઠક પટનામાં છેલ્લી બેઠકમાં સામેલ થયેલા પક્ષોના નેતાઓની સંમતિથી થઈ રહી છે. તેમાં NCP, RJD, JD(U), JMM, શિવસેના (UTB), DMK, ડાબેરીઓ, સમાજવાદી પાર્ટી, NC, PDP, તૃણમૂલ સહિત અન્યની સંમતિ છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વિપક્ષી એકતાની ભાવિ ફોર્મ્યુલા આકાર લેશે. આ અગાઉ 23 જૂને યોજાયેલી બેઠકમાં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને પડકારવા માટે વિપક્ષી પક્ષો એક થવા પર અંતિમ સંમતિ સધાઈ હતી. હવે 14મી જુલાઈએ મળનારી બેઠકમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ મહાગઠબંધન અને તેના રાષ્ટ્રીય સંયોજકના નામ પર સર્વસંમતિ સધાઈ શકે છે. 

વિરોધ પક્ષોના ગઠબંધનનું નવું નામ લગભગ નક્કી 

પટનાની બેઠકમાં સામેલ વિપક્ષી પક્ષોના મહત્વના સાથીઓએ સંકેત આપ્યો કે વિપક્ષ શાસક NDAની સામે તેના જોડાણનું નામ પીડીએ રાખી શકે છે. આ પીડીએનું વિસ્તરણ પેટ્રિયોટિક ડેમોક્રેટિક એલાયન્સ હોઈ શકે છે. તેમાં દેશભક્તિના શબ્દો ઉમેરીને વિપક્ષો એવું બતાવવાનો પ્રયાસ કરી શકે છે કે તેઓ ભાજપ કરતાં વધુ રાષ્ટ્રવાદી છે.