વાહ! 170 દિવસ પછી રાહુલ ગાંધીનો નવો લૂક ચર્ચામાં, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપશે લેક્ચર

વાહ! 170 દિવસ પછી રાહુલ ગાંધીનો નવો લૂક ચર્ચામાં, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપશે લેક્ચર

image : Twitter

ભારત જોડો યાત્રા બાદથી રાહુલ ગાંધી દેશભરમાં ચર્ચામાં છે. આ દરમિયાન તેમની દાઢી-મૂંછો પણ વધી હતી તેની પણ દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી. જોકે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષનો નવો લૂક સામે આવ્યો છે જેને જોઇને સૌ કોઈ કહી રહ્યા છે કે વાહ! જોરદાર બોસ. 

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં બ્રિટનની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપશે. જોકે તેના પહેલા જ તેમના લૂકની તસવીર સામે આવી હતી. રાહુલ ગાંધીએ આશરે 170 દિવસ બાદ દાઢી-મૂંછ ટ્રિમ કરાવીને આ નવો લૂક મેળવ્યો હતો. તેની સાથે તેઓ ટાઈ-કોટ પહેરેલા જોવા મળી રહ્યા છે. 

ભારત જોડો યાત્રા વખતે લોકોએ સાધુ સંત પણ ગણાવ્યા હતા 

ઉલ્લેખનીય છે કે 7 સપ્ટેમ્બર 2022થી ભારત જોડો યાત્રાની શરૂઆત કર્યા બાદ રાહુલ ગાંધીએ એક પછી એક રાજ્યોની યાત્રા કરીને કન્યાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા કરી હતી. આ દરમિયાન તેમની દાઢી વધી ગઈ હતી અને તેમનો એકદમ અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમના દાઢી-મૂછવાળા લૂકને જોઈ લોકોએ તેમને સાધુ-સંત પણ ગણાવી દીધા હતા. જોકે હવે તેમનો નવો લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

Share: