વાયુસેનાનો મોટો નિર્ણય, વારંવાર થતા અકસ્માતો બાદ MIG-21ના કાફલાના ઉડાન પર પ્રતિબંધ

વાયુસેનાનો મોટો નિર્ણય, વારંવાર થતા અકસ્માતો બાદ MIG-21ના કાફલાના ઉડાન પર પ્રતિબંધ

ભારતીય વાયુસેનાએ મિગ 21 એરક્રાફ્ટની ઉડાન પર રોક લગાવી છે. તેનું મુખ્ય કારણ છે કે, ઉડાન દરમિયાન વારંવાર અકસ્માતોનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાનમાં મિગ 21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જોકે, આ પ્રતિબંધ કાયમી ધોરણે લાદવામાં આવ્યો નથી.

મિગ-21 વિમાનના કાફલાની ઉડાન રોકવાનો નિર્ણય 

રાજસ્થાનમાં બે અઠવાડિયા પહેલા થયેલા અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ મિગ-21 વિમાનના કાફલાની ઉડાન રોકવાનો નિર્ણય લીધો છે. હાલ અકસ્માતની તપાસ ચાલી રહી છે.

રાજસ્થાનમાં થયેલ અકસ્માતની તપાસ હજુ ચાલુ 

સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર, મિગ-21 ફાઈટર જેટની ઉડાન પર રોક લગાવી છે કારણ કે 8 મેના ક્રેશની તપાસ હજુ ચાલુ છે. તેના અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

મિગ-21થી 400થી વધુ અકસ્માતો

IAF 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાની પ્રક્રિયામાં છે. 1960ના દાયકાની શરૂઆતમાં વાયુસેનામાં સામેલ થયા બાદથી, 400 મિગ-21 વિમાનના અકસ્માતો થયા છે.

Share: