વાંચો PM મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનના અંશો

વાંચો PM મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનના અંશો

નવી દિલ્હી, તા. 15 ઓગસ્ટ 2022 સોમવાર

સ્વંતત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીરથી 9મી વખત દેશને સંબોધિત કર્યો. દેશ આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે.

ગાંધીનુ સપનુ પૂરુ કરવા માટે પોતાને સમર્પિત કર્યો, આ દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મહાત્મા ગાંધીનો છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવાનુ સપનુ હતુ, મે આપણા મહાત્મા ગાંધીના સપનાને પૂરુ કરવા માટે પોતાને સમર્પિત કર્યો.

ભારત લોકતંત્રની જનની

પીએમ મોદીએ કહ્યુ કે ભારત લોકતંત્રની જનની છે. હુ પહેલી વ્યક્તિ હતો, જેણે લાલ કિલ્લા પરથી દેશવાસીઓના ગૌરવગાન કરવાની તક મળી હતી. જેટલુ તમારી પાસેથી શીખ્યો છુ, તમને ઓળખી શક્યો છુ. તમારા સુખ-દુખને જાણી શક્યો છુ. તેને માટે મે સંપૂર્ણ સમય તે લોકો માટે ખપાવ્યો છે.

આ પણ વાંચો: Independence Day: PM મોદીએ લાલ કિલ્લા પરથી આપ્યો નવો નારો

સામૂહિક ચેતનાનુ પુન:જાગરણ થયુ

લાલ કિલ્લાના પ્રાચીરથી પીએમ મોદીએ કહ્યુ કે આપણા દેશવાસીઓએ પણ સિદ્ધિઓ મેળવી છે. પુરુષાર્થ કર્યો છે, હાર માની નથી અને સંકલ્પોને વેડફવા દીધા નથી. આપણે ભૂતકાળમાં જોયુ છે, આપણે વધુ એક શક્તિનો અનુભવ કર્યો છે. ભારતમાં સામૂહિક ચેતનાનુ પુન:જાગરણ થયુ છે. આઝાદીનો અમૃત હવે સંકલ્પમાં બદલાઈ રહ્યો છે. સિદ્ધિનો માર્ગ જોવા મળી રહ્યો છે. 

મોટા સંકલ્પથી મેળવી આઝાદી

પીએમ મોદીએ કહ્યુ કે આપણે મોટો સંકલ્પ લીધો હતો. આઝાદીનો. આપણે આઝાદ થઈ ગયા, આ એટલા માટે થયુ કેમકે સંકલ્પ ખૂબ મોટો હતો, જો સંકલ્પ સીમિત હોત તો કદાચ આજે પણ સંઘર્ષ કરી રહ્યા હોત.

માનવ કેન્દ્રીય વ્યવસ્થા ડેવલપ થશે

પીએમ મોદીએ કહ્યુ કે માનવ કેન્દ્રીય વ્યવસ્થાને વિકસિત કરીશુ. આપણા કેન્દ્રમાં માનવ હશે. તેમની આશાઓ હશે. ભારત જ્યારે મોટા સંકલ્પ કરે છે, કરીને બતાવી દે છે. જ્યારે મે સ્વચ્છતાની વાત કરી તો આ દેશે કરીને બતાવ્યુ. જ્યારે દુનિયા મુશ્કેલીમાં હતી ત્યારે 200 કરોડ વેક્સિનેશનના લક્ષ્યને પ્રાપ્ત કરી લીધુ. તમામ રેકોર્ડ તોડી દીધા. અઢી કરોડ લોકોના ઘરમાં નળ થી જળ પહોંચાડવાનુ કામ દેશ કરી રહ્યો છે. ખુલ્લામાં શૌચથી મુક્તિ સંભવ થઈ શકી છે.

આ પણ વાંચો: Independence day: PM મોદીએ 5 સંકલ્પ સાથે આગામી 25 વર્ષની બ્લૂપ્રિન્ટ જણાવી

નવી શિક્ષણ નીતિ

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પીએમ મોદીએ કહ્યુ કે આ માટે કરોડો લોકોની સલાહ લેવામાં આવી. ભારતની જમીનની ધરતી સાથે જોડાયેલી શિક્ષણ નીતિ બની છે.

ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી પ્રત્યે નફરત

જ્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી પ્રત્યે નફરતનો ભાવ પેદા થતો નથી, સામાજિક રીતે તેને નીચુ બતાવવા માટે મજબૂર કરાતા નથી, ત્યાં સુધી આ માનસિકતા ખતમ થવાની નથી. 

Share: