×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત, 15 મહિના પછી રહાણેની વાપસી


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેંડના ઓવલમાં ટકરાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

સૂર્યકુમાર સાથે આ ખેલાડીઓ પણ ટીમમાંથી બહાર 

ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં સામેલ સૂર્યકુમાર યાદવની ટીમમાં પસંદગી થઇ શકી નથી. સૂર્યકુમાર સિવાય કુલદીપ યાદવ અને ઈશાન કિશન પણ ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી. તે જ સમયે, શ્રેયસ અય્યર ઈજાના કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. તે IPLમાં પણ રમી શક્યો નથી.

ભારતીય ટીમઃ 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ. યાદવ, જયદેવ ઉનડકટ.

ભારત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે

ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2021-23 સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાને પાછળ રાખીને બીજા સ્થાને છે.